જામનગર: આજે પ્રજાસત્તાક પર્વના દિવસે જામનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. ભાજપના જિલ્લા કાર્યાલયમાં કલર કામ કરતા બે મજૂરી લિફ્ટમાં ફસાઈ ગયા હતા, જેને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. લિફ્ટ અધવચ્ચે જ બંધ પડી જતા ફાયર વિભાગ મજૂરોને બહાર કાઢવા માટે ત્યાં દોડી ગયું હતું.
ADVERTISEMENT
કલર કામ કરવા આવ્યા હતા મજૂરો
જામનગરના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બે મજૂરો કલર કામ કરવા માટે આવ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ લિફ્ટમાં જતા હત્યા ત્યારે લિફ્ટ અધવચ્ચે જ બંધ પડી ગઈ હતી. જેના પગલે ભાજપ કાર્યાલયમાં દોડધામ મચી ગઈ હતી. અટલ ભવનની લિફ્ટમાં મજૂરો ફસાવવાની માહિતી મળતા જ ફાયદ વિભાગ ઘટનાસ્થળે દોડીને પહોંચી ગયું હતું.
ફાયરવિભાગની ટીમે બહાર કાઢવા કવાયત હાથ ધરી
લિફ્ટનો દરવાજો ન ખૂલતા ફાયર વિભાગના અધિકારીઓએ સળિયા લઈને દરવાજો ખોલવાના પ્રયાસો હાથ ધર્યા હતા. નોંધનીય છે કે, સયમસર ફાયરની ટીમ પહોંચી જતા મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી.
(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર)
ADVERTISEMENT