વડોદરા: વડોદરા શહેરમાં દિવાળીના તહેવારમાં જ શાંતિ ડહોળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે વિવાદ બાદ પથ્થરમારો થયો હતો. તોફાનીઓએ આગચંપી અને ઠેર-ઠેર તોડફોડ કરી હતી. પરિસ્થિતિ વધુ વણસતી અટકાવવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ADVERTISEMENT
બે જૂથ વચ્ચે નજીવી બાબતે પથ્થરમારો
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં દિવાળીની રાત્રે બે જૂથો વચ્ચે નજીવી બાબતે વિવાદ થયો હતો. એવામાં બંને જૂથો સામ સામે આવી હતા ભારે પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. સાથે જ તોફાનીઓએ વાહનોને આગચંપી કરી હતી અને દુકાનોમાં તોડફોડ કરી હતી. ઘટના વણતસી અટકાવવા માટે પહોંચેલા પોલીસના કાફલા પર પણ તોફાનીઓએ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો.
પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું
આમ દિવાળીના તહેવારમાં જ તોફાની તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિને થાળે પાડવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસીને તોફાની તત્વોને ઓળખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT