PM Modiના બર્થ-ડે પર ખાસ ગિફ્ટ આપવા વડનગરથી લાલ કિલ્લા જવા વેવ બોર્ડ પર નીકળ્યા બે બાળકો

અમદાવાદ: આગામી 17મી સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે બે ભુલકાઓએ વડાપ્રધાનને તેમના જન્મદિવસ પર ખાસ ગિફ્ટ આપવાનું પ્લાનિંગ કર્યું છે. PM…

gujarattak
follow google news

અમદાવાદ: આગામી 17મી સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે બે ભુલકાઓએ વડાપ્રધાનને તેમના જન્મદિવસ પર ખાસ ગિફ્ટ આપવાનું પ્લાનિંગ કર્યું છે. PM મોદીના જન્મદિવસને લઈને 12 અને 9 વર્ષના બે બાળકો વડનગરથી વેવ બોર્ડ લઈને લાલ કિલ્લા સુધી જવા માટે નીકળ્યા છે. તેઓ વેવ બોર્ડથી જ 950 કિલોમીટરનું અંતર કાપશે.

950 કિલોમીટરનું અંતર વેવ બોર્ડથી કાપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર તેમના પૈતૃક ગામમાં આવેલા જૂના ઘરેથી ‘એક રાષ્ટ્ર, શ્રેષ્ઠ રાષ્ટ્ર’ના મેસેજ સાથે વડનગરના 12 વર્ષનો રુદ્રાક્ષ અને 9 વર્ષનો રિધાન રવાના થયા છે. તેઓ વેવ બોર્ડથી જ વડનગરથી દિલ્હીના લાલ કિલ્લા સુધીનું 950 કિલોમીટરનું અંતર કાપશે. રોડ પર વેવ બોર્ડથી આટલું મોટું અંતર કાપવું એક મોટો પકડાર છે. જોકે બંને બાળકો છેલ્લા બે વર્ષથી લાંબા રૂટ પર અને તેમાં પણ ખાસ કરીને રોડ પર વેવ બોર્ડ ચલાવવાનો અભ્યાસ કરી રહ્યા હતા.

ભાજપ આખ અંદાજમાં કરશે PM મોદીના જન્મદિવસની ઉજવણી
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને આ વખતે ભાજપ ખાસ રીતે ઉજવવા જઈ રહી છે. 17 સપ્ટેમ્બર PM મોદીના જન્મદિવસથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ સુધી ‘સેવા પખવાડા’ના રૂપમાં મનાવશે. ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી અરુણ સિંહે તમામ પાર્ટી કાર્યકર્તાઓને આ સંદર્ભે પત્ર લખ્યો છે. આ અભિયાન દ્વારા સેવા કાર્યો માધ્યમથી કાર્યકર્તાઓ જુદા જુદા સમાજો અને વર્ગો સાથે જોડીને સમસ્યાઓનું સમાધાન કરશે.

    follow whatsapp