રાજકોટમાં બેઠા બેઠા ASIએ જામનગરમાંથી લાંચ સ્વીકારી, ASIનું લાંચ નેટવર્ક જોઈ ACB પણ ચોંકી ગયું

જામનગર: રાજ્યભરમાં લાંચિયા સરકારી બાબુઓના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. જામનગર અને રાજકોટના ASI સંયુક્ત રીતે લાંચ માગવાના કેસમાં ACBના હાથે ઝડપાતા ખળભળાટ મચી…

gujarattak
follow google news

જામનગર: રાજ્યભરમાં લાંચિયા સરકારી બાબુઓના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. જામનગર અને રાજકોટના ASI સંયુક્ત રીતે લાંચ માગવાના કેસમાં ACBના હાથે ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. હાલમાં ACB દ્વારા બંને લાંચિયા પોલીસ કર્મચારીઓને ડિટેઈન કરી લેવામાં આવ્યા છે.

રાજકોટ અને જામનગરના ASIએ માગી લાંચ
ઘટનાની વિગતો મુજબ, જામનગરની ઉદ્યોગનગર પોલીસ ચોકીના ASI હમીદ પરીયાણી અને રાજકોચ ગ્રામ્ય SOGમાં ASI પરવેજભાઈ સમાએ ફરીયાદીને ધોરાજીમાં પકડાયેલ ઢોરને આપવાના ઇન્જેકશન વાળા ગુનામાં તેની સંડોવણી છે પણ તે ગુનામાંથી તેનું નામ કાઢી નાખવા માટે રૂ.50,000ની લાંચની માંગણી કરી હતી. જોકે રકજકના અંતે રૂ.35,000 આપવાનું નક્કી થયું. રાજકોટના ASI પરવેજભાઇ સમાએ ફરિયાદને તે જણાવે ત્યારે તે જગ્યાએ પોતાને કે પોતે જણાવે તે વ્યકિતને લાંચની રકમ આપી દેવા કહ્યું હતું.

રાજકોટમાં બેઠા બેઠા જામનગરના ASI પાસે લાંચના પૈસા લેવડાવ્યા
જોકે ફરિયાદ લાંચ આપવા ન માગતા હોવાથી તેમણે ACBમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ACBએ જામનગર જુના જકાતનાકા પાસે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ASI પરવેજભાઇ સમા ફરીયાદી સાથે મોબાઇલ ઉપર હેતુલક્ષી વાતચીત કરી અને જામનગરમાં ASI હમીદભાઇ પરીયાણી લાંચની રકમ આપી દેવા જણાવ્યું હતું. જે બાદ હમીદભાઈ પરીયાણીને રૂ.35,000 લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. જયારે રાજકોટ ગ્રામ્ય SOGમાં ફરજ બજાવતા પરવેજભાઇ સમાને પણ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર)

 

    follow whatsapp