TV શો ‘તારક મેહતા’ ફેમ કઈ એક્ટ્રેસે ભાજપની ટિકિટ માગી? જાણો તેમના વિશે વિગતવાર માહિતી

ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અહીં ભાજપના કદાવર નેતાઓ પણ આમાં ટિકિટ માટે દાવેદારી નોંધાવતા નજરે…

gujarattak
follow google news

ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અહીં ભાજપના કદાવર નેતાઓ પણ આમાં ટિકિટ માટે દાવેદારી નોંધાવતા નજરે પડ્યા છે. તેવામાં વિવિધ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. અહીં ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક અંગે પણ નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં અહીં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી આરતી જોશીએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. આ અંગે વિગતવાર માહિતી મેળવીએ…

PM મોદીની બાયોપિકમાં પણ જોવા મળી છે આરતી..
મીડિયા રિપોર્ટ્સના આધારે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલ આખા દેશમાં પ્રખ્યાત છે. ત્યારે આમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ આરતી જોશીએ ભાવનગર પૂર્વની વિધાનસભા બેઠક માટે ટિકિટ માટે દાવેદારી નોંધાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આની સાથે આરતી જોશીએ વિવિધ વેબ સિરીજ અને બાયોપિકમાં પણ કામ કર્યું છે.

સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો
આરતી જોશી સિવાય ભાજપ પ્રમુખ ધર્મિષ્ટા દવે, પૂર્વ મેયર મેહુલ વડોદરિયા, સંગઠન મહામંત્રી યોગેશ બદાણી તથા કુમાર શાહે દાવેદારી નોંધાવી દીધી છે. ભાવનગરની બેઠકના જ્ઞાતી અને જાતિના સમીકરણો પર નજર કરીએ તો આ બેઠક પરથી દવે, ત્રિવેદી, ઓઝા અને શાહ અટકના દાવેદારોનો વિજય થયો હતો. આ બેઠક પર બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ અથવા વણિક સમાજનું પ્રભુત્વ જણાઈ રહ્યું છે. અહીં ભાવનગર જિલ્લાની સાત બેઠકો પરથી 6માં ભાજપનો દબદબો જોવા મળ્યો છે.

    follow whatsapp