ઘરેથી હસતા-હસતા નીકળી હતી તુનિશા, શીઝાન સાથે લંચ બાદ 15 મિનિટમાં એવું શું થયું કે આપઘાત કરી લીધો?

મુંબઈ: ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માના અચાનક આપઘાતની ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા છે. હંમેશા હસતી રહેતી તુનિશાએ આખરે કયા કારણોથી આવું પગલું ભર્યું તે સૌ…

gujarattak
follow google news

મુંબઈ: ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માના અચાનક આપઘાતની ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા છે. હંમેશા હસતી રહેતી તુનિશાએ આખરે કયા કારણોથી આવું પગલું ભર્યું તે સૌ કોઈ જાણવા ઈચ્છે છે. એક્ટ્રેસ તુનિશા શર્માના આપઘાત કેસ મામલે પોલીસ તપાસ કરી રહી છે. વસઈ પોલીસે હવે AajTak સાથેની વાતચીતમાં એક્ટ્રેસના સુસાઈડને લઈને મહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે. પોલીસે જણાવ્યું કે જે દિવસે તુનિશાએ સુસાઈડ કર્યું, તે દિવસે આખરે શું થયું હતું?

શીઝાન સાથે લંચ દરમિયાન શું બન્યું હતું?
વસઈ પોલીસ મુજબ, તુનિશા શનિવારે સવારે પોતાના ઘરેથી સીરિયલના સેટ પર જવા માટે ખુશ-ખુશાલ નીકળી હતી. પહેલા શિફ્ટનું શૂટ ખતમ કર્યું અને બાદમાં શીઝાન અને તુનિશાએ મેકઅપ રૂમમાં બપોરે 3 વાગ્યે સાથે લંચ લીધું હતું. પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે આ દરમિયાન એવું શું બન્યું કે 3.15 વાગ્યે જ તુનિશાએ આપઘાત કરી લીધો. પોલીસને શંકા છે કે મેકઅપ રૂમમાં લંચ દરમિયાન જ કંઈક એવું બન્યું હતું, જેના કારણે તુનિશાએ આપઘાત કરવા જેવું પગલું ઉઠાવ્યું. આ વાતની તપાસ કરવા પોલીસ સીરિયલ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે અને તેમના સ્ટેટમેન્ટને નોંધી રહી છે.

તુનિશા અને શીઝાનના ફોન FSLમાં મોકલાયા
પોલીસે તુનિશા અને શીઝાન બંનેના મોબાઈલ ફોનને ફોરેન્સિક લેબમાં મોકલી દીધા છે. જેથી બંને વચ્ચે થયેલી વાતચીત અને કોલ્સ ચેટને રિટ્રીવ કરી શકાય અને આ જાણી શકાય કે બ્રેકઅપ બાદ 15 દિવસોમાં એવું શું થયું કે તુનિશાએ આપઘાત કરી લીધો. પોલીસ મુજબ તુનિશાની માતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે 6 મહિના પહેલા શીઝાન સાથે રિલેશનશિપને લઈને તુનિશા ખૂબ ખુશ હતી. તેણે જ તેમને આ વાત જણાવી હતી. પરંતુ 15 દિવસ પહેલા શીઝાનએ બ્રેકઅપ કરી લેતા તે તણાવમાં આવી ગઈ હતી.

10 દિવસ પહેલા તુનિશાને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી
તુનિશાના ચાચાએ 10 દિવસ પહેલા બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અલીબાબા શરૂ થતા જ તુનિશા અને શીઝાન એકબીજાના નિકટ આવી ગયા હતા. લગભગ 10 દિવસ પહેલા તુનિશાને એક્ઝાઈટી એટેક પણ આવ્યો હતો. આ બાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરાવાઈ હતી. જ્યારે હું અને તેની માતા મળવા પહોંચ્યા તો તુનિશાએ જણાવ્યું કે તેની સાથે ખોટું થયું છે. તેને દગો આપવામાં આવ્યો છે.

તુનિશાએ માતાને કરી હતી મનની વાત
અમને અંદાજો આવી ગયો હતો કે બંને વચ્ચે કંઈક તો ગરબડ છે. તેની માતાએ પૂછ્યું કે જો સંબંધ નહોતો રાખવો જો નજીક આવવાની શરૂ જરૂર હતી? અમે કહીએ છીએ કે મામલામાં જે પણ દોષી હોય તેમને સજા મળવી જોઈએ.’ કાકાએ એમ પણ જણાવ્યું કે, તુનિશાના માસી ઈંગ્લેન્ડમાં છે. આથી તેમના આવ્યા બાદ 27 ડિસેમ્બરે તુનિશાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

20 વર્ષની ઉંમરે તુનિશાએ કર્યો આપઘાત
નોંધનીય છે કે, 24 ડિસેમ્બરે સાંજે 20 વર્ષની તુનિશા શર્મા TV સીરિયલના સેટ પર હતી. તે વોશરૂમ માટે મેકઅપ રૂમમાં પહોંચી અને અંદરથી દરવાજો બંધ કરીને ફાંસો ખાઈ લીધો હતો. બાદમાં તુનિશાનો કો-સ્ટાર અને મિત્ર શીઝાન ગેટ તોડીને અંદર પહોંચ્યો અને તુનિશાને નીચે ઉતારી હતી. ઘટના પર તુનિશાની માતાએ આપઘાત માટે શીઝાનને જવાબદાર ગણાવ્યો હતો.

    follow whatsapp