જામનગરમાં ટગ બોટ આગની જ્વાળામાં લપેટાઈ, કાળા ગાઢ ધુમાડાના વાદળો ઉઠ્યા…

જામનગરઃ સિક્કા બંદર પર પાર્ક કરાયેલી ટગ બોટમાં આગ લાગવાની ઘટના બની છે. ક્ષણભરમાં આ બોટમાંથી કાળા ધુમાડાઓના વાદળો ઉઠતા જોવા મળી રહ્યા છે. જોકે…

gujarattak
follow google news

જામનગરઃ સિક્કા બંદર પર પાર્ક કરાયેલી ટગ બોટમાં આગ લાગવાની ઘટના બની છે. ક્ષણભરમાં આ બોટમાંથી કાળા ધુમાડાઓના વાદળો ઉઠતા જોવા મળી રહ્યા છે. જોકે આગ પર કાબૂ લેવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે આ ઘટનામાં એક યુવક આગની જ્વાળામાં સપડાઈ ગયો હતો. તેને અત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

વેલ્ડિંગ દરમિયાન આગ લાગી…
સિક્કા બંદર પર ટગબોટમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આ દરમિયાન વેલ્ડિંગ કરી રહેલો યુવક આગની ઝપેટમાં આવી ગયો હતો. તેણે અત્યાર ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે.

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી..
નોંધનીય છે કે આગની જ્વાળાઓ ગણતરીની સેકન્ડમાં પ્રસરી ગઈ હતી. ટગ બોટમાંથી કાળા ધુમાડાના વાદળો ઉઠતા નજરે પડ્યા હતા. જોકે ત્યારપછી મહામહેનતે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

With Input: દર્શન ઠક્કર

    follow whatsapp