બનાસકાંઠામાં ટેન્કર ચાલક બન્યો યમદૂત: માતાની નજર સામે દીકરા-દીકરીને કચડ્યા, બંનેના કરુણ મોત

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાનાં ચંડીસર જીઆઇડીસીમાં થયેલી કરુણાંતિકામાં અહીંની એક ફેકટરીમાં કામ કરતી શ્રમજીવી મહિલાનાં પુત્ર-પુત્રીને એક ટેન્કર ચાલકે ગફલતભર્યું ડ્રાઈવિંગ કરી, ટેન્કરનાં ટાયર નીચે બન્ને…

gujarattak
follow google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાનાં ચંડીસર જીઆઇડીસીમાં થયેલી કરુણાંતિકામાં અહીંની એક ફેકટરીમાં કામ કરતી શ્રમજીવી મહિલાનાં પુત્ર-પુત્રીને એક ટેન્કર ચાલકે ગફલતભર્યું ડ્રાઈવિંગ કરી, ટેન્કરનાં ટાયર નીચે બન્ને બાળકોને કચડી નાખતા આ બંને માસૂમ નાં મોત થયા હતા. આ બાળકોની માતા જ્યારે ફેકટરીમાં બોઈલર વિભાગમાં કામ પર જતી હતી તેવા જ સમયે આ અકસ્માત સર્જાયો હતો. જેનાથી પોતાના વહાલસોયા બાળકોને નજર સામે જ કચડાતાં જોતાં મા ફસડાઈ પડી હતી.અને ભારે કલ્પાંત કરતા સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો.

માતા કામે જવા નીકળી ત્યારે જ ટેન્કરે સંતાનોને કચડી નાખ્યા
આ અકસ્માતમાં મધ્યપ્રદેશમાં રહેતા લાલસિંહ માનસિંહ બારીયા વૈષ્ણોદેવી,રિફોઈલસ એન્ડ સોવલેક્સ ઓઇલ મીલમાં છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે કામ કરે છે. જેમની પત્ની રેખાબેન પણ આ જ ફેકટરીમાં બોઈલર વિભાગમાં કામ કરતા હતા. જેઓ દીકરા હાર્દિક અને હંસિકા સાથે બોઈલર વિભાગમાં કામકાજ અર્થે જતા હતા. તેવામાં જ કાળ બની આવેલ ટેન્કર ચાલક અલાઉદિંખાન ઘાસુરાએ પૂરઝડપે ઘસી આવી આ બન્ને માસૂમને ટેન્કરની અડફેટે લઈ કચડયા હતા. જેમાં બન્ને નું મોત થયું હતું.

પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો
બંને માળકોના માથા ટેન્કર નીચે ચગદાઈ જતા ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે લાલસીંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    follow whatsapp