અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે અહીં ત્રિપાંખીયો જંગ જોરદાર જામ્યો હતો. તેવામાં આજે 8 વાગ્યાથી મતગણતરીની સાથે આ જંગના પરિણામો પણ સ્પષ્ટ થતા જશે. ચૂંટણીના બંને તબક્કામાં કુલ મળીને 64.30 ટકા મતદાન થયું છે. આ દરમિયાન ગુજરાતની 182 બેઠકો પરની વાત કરીએ તો 1600થી વધુ ઉમેદવારોના ભાવી અત્યારે EVMમાં કેદ થઈ ગયા છે.
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતનું સમીકરણ થશે સ્પષ્ટ…
વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં કુલ 62.02 ટકા વોટિંગ થયું છે. જ્યારે નોંધનીય છે કે બપોર સુધીમાં લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. નોંધનીય છે કે 2017 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 32 બેઠકોમાંથી કોંગ્રેસે બાજી મારી લીધી હતી અને 17 બેઠકો પોતાને નામ કરી લીધી હતી. જ્યારે તે સમયે ભાજપને 14 બેઠકો મળી આવી હતી. તેવામાં હવે ત્રિપાંખીયા જંગમાં આગળ શું થશે એ ગણતરીના કલાકોમાં જાણ થઈ જશે. અત્યારે મતગણતરીને લઈને ઉત્તર ગુજરાતના તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મધ્ય ગુજરાતની બેઠકો અને ત્રિપાંખીયો જંગ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં મધ્ય ગુજરાતની બેઠકો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અહીં બેઠકો પર જામેલા ત્રિપાંખીયા જંગથી કોને ફાયદો થશે એ ગણતરીના કલાકોમાં સ્પષ્ટ થઈ જશે. પરંતુ ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો અહીં ભાજપને ફાળે સૌથી વધુ બેઠકો આવી હતી. ત્યારપછી કોંગ્રેસે અને અન્યએ બેઠકો જીતી હતી. જોકે જે પ્રમાણે અહીંની બેઠકો પર કોંગ્રેસ અને ભાજપનું વર્ચસ્વ છે આ વિસ્તારમાં ત્યાં આમ આદમી પાર્ટીનું શું થશે એ તો સમય જ બતાવશે.
દક્ષિણ ગુજરાતમાં થશે જોવાજેવો જંગ…
ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ અહીં જોરદાર જામેલો જોવા મળ્યો હતો. ત્યારે દક્ષિણ ગુજરાતની બેઠકો કે જેમાં લગભગ 66.62 ટકા મતદાન થયું છે એના ભાવીનો નિર્ણય આજે આવી જશે. અહીં વિવિધ રાજકીય પક્ષોએ પોતાની જીતનો દાવો કર્યો છે. ત્યારે મતદારો હવે કોના પર વિજયનો કળશ ઢોળશે એ જોવાજેવું રહેશે. અહીં સૌથી વધુ લોકોની નજર વરાછા, કતારગામ સહિતની બેઠકો પર રહેશે.
ADVERTISEMENT