ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપની જીત તરફ આગેકુચ, પરસોત્તમ સોલંકી 20,000થી વધુની લીડથી આગળ

નીતિન ગોહિલ ભાવનગર : ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આજે જાહેર થશે કે જનતા ગુજરાતની ગાદી કોને સોંપવા ઈચ્છે છે. ગુજરાતમાં આજે…

gujarattak
follow google news

નીતિન ગોહિલ ભાવનગર : ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આજે જાહેર થશે કે જનતા ગુજરાતની ગાદી કોને સોંપવા ઈચ્છે છે. ગુજરાતમાં આજે ચિત્ર સ્પષ્ટ થશે કે સત્તાનું પરિવર્તન થશે કે પુનરાવર્તન. ભાવનગર જિલ્લાની ભાવનગર ગ્રામ્ય બેઠક પર પરસોત્તમ સોલંકી ફરી એક વખત જીત તરફ આગળ વધી રહ્યા છે. પરસોત્તમ સોલંકી 20,000થી વધુ ની લીડ સાથે આગળ વધી રહ્યા છે.

ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપે ફરી એક વખત  પરસોત્તમ સોલંકી પર વિશ્વાસ મુખીઓ છે. ત્યારે પરસોત્તમ સોલંકી 20400 મતે આગળ મતોથી આગળ ચાલી રહ્યા  છે. ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠક પરથી 6 બેઠક પર ભાજપ આગળ છે જ્યારે એક બેઠક ગારિયાધાર પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીર વાઘાણી ગારિયાધાર બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.

ભાવનગર ગ્રામ્ય બેઠક પર આ ઉમેદવાર છે મેદાને
આપ: ખુમાનસિંહ ગોહિલ
ભાજપ : પરસોત્તમ સોલંકી
કોંગ્રેસ: રેવતસિંહ ગોહિલ
અપક્ષ: હેમંતસિંહ ગોહિલ
હિંદ એકતા દળ: રાજેશ પરમાર
બસપા:અશોક મકવાણા

    follow whatsapp