અમરેલીઃ ગુજરાતમાં શિયાળો જામી જવા આવ્યો છે. ત્યારે કડકડતી ઠંડી માત્ર માણસોને જ નહીં પરંતુ સિંહોને પણ લાગતી હોય છે. તેવામાં ઠંડીથી બચવા માટે લોકો તાપણુ કરતા નજરે પડે છે. જોકે આ દરમિયાન અમરેલીમાં તાપણા સંબંધિત એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જંગલના રાજા સિંહને કડકડતી ઠંડી લાગતી હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જાણો આ ઘટનાક્રમ વિશે વિગતવાર માહિતી..
ADVERTISEMENT
સિંહ તાપણું કરવા આવ્યો!
અમરેલીમાં જંગલના રાજા સિંહ ઠંડીથી બચવા માટે જાણે બહાર આવ્યા હોય એમ લાગ્યું હતું. શિયાળામાં વાડી અને ખેતરોમાં તાપણાં કરાઈ રહ્યા હતા. જેમાં એક વાઈરલ વીડિયોના આધારે જોવા જઈએ તો જંગલનો રાજા સિંહ ઠંડીથી બચવા માટે તાપણા પાસે આવી ગયો હતો. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જંગલનો રાજા સિંહ ઠંડીથી ત્રાહિમામ પોકારી ગયો છે. જેથી ગરમી અને હૂંફ મેળવવા માટે તાપણા પાસે આવી રહ્યો છે.
ગુજરાતમાં કોલ્ડ વેવનો અનુભવ…
અત્યારે જોવા જઈએ તો શહેરનું લઘુત્તમ તાપમાન ઘટતું જઈ રહ્યું છે. શહેરમાં વહેલી સવારથી જ ઠંડા પવનના વાયરા શરૂ થઈ ગયા છે. ત્યારે હવે શિયાળાની ગુલાબી ઠંડી દૂર થઈ હવે કોલ્ડ વેવ જેવી સ્થિતિ અમદાવાદીઓ આગામી સમયમાં અનુભવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે લઘુત્તમ તાપમાન સતત ઘટી શકે છે.
With Input: Hiren Raviya
ADVERTISEMENT