નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: પવિત્ર નર્મદા નદીની આજે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોલ ગામમાં નર્મદા મૈયા ને 400 મીટર એટલે કે લગભગ અગિયાર સો ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદામૈયા નું પૂજન કરવામાં આવ્યું.
પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે. ત્યારે નર્મદા જયંતિ નિમિતે નર્મદા જિલ્લાના માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદામૈયા ને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. અને નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા. અને એક બીજાનો હાથ ની મદદ થી નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી.
1100 ફૂટ લાંબી સાડી કરી અર્પણ
નર્મદા મૈયા ને અગિયાર સો ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે દસથી વધારે નૌકાઓની મદદ લઇ શ્રધ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે.
નર્મદા મૈયા ને અગિયાર સો ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે દસથી વધારે નૌકાઓની મદદ લઇ શ્રધ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે.
નર્મદા જયંતીની વધુ મહત્વ
દેશમાં નર્મદા જયંતિના પર્વનું ખૂબ જ મહત્વ જોડાયેલું છે. આ પર્વ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવાય છે. નર્મદા જયંતિએ નર્મદા નદીને પૃથ્વીની પોષક અને તારણહાર તરીકે પૂજવામાં આવે છે. આજના દિવસે અમરકંટકમાં તેના માટે ખાસ આયોજન કરવામાં આવે છે.

હિન્દુ કેલેન્ડર મુજબ નર્મદાનો જન્મ મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીએ થયો હતો. રામાયણથી લઈને મહાભારત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં નર્મદા નદીના મહત્વનું વર્ણન કરાયું છે.