ભાર્ગવી જોશી/જૂનાગઢ: ટિક ટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સુરતથી ભેંસાણના એક પરિવારને મારવા માટે પોતાની ગેંગ સાથે નીકળેલી કીર્તિ પટેલને પોલીસે અધવચ્ચે જ અટકાવી દીધી હતી. ઈન્સ્ટાગ્રામ કોમેન્ટથી શરૂ થયેલા આ વિવાદમાં મામલો આટલે સુધી પહોંચતા પોલીસના હસ્તક્ષેપ બાદ કીર્તિ પટેલ અને તેના 10 સાથીઓની પોલીસે અટકાયત કરી છે.
ADVERTISEMENT
ભેંસાણમાં જનન ભાયાણીના ઘરે જઈ રહી હતી કીર્તિ પટેલ
ઘટનાની વિગતો મુજબ, કીર્તિ પટેલ દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ પર અશોભનીય વીડિયો બનાવી મૂકવા પર ભેંસાણના જમન ભાયાણીએ કમેન્ટ કરી હતી. જેથી કીર્તિ પટેલે વીડિયો બનાવી જનમ પટેલને અપશબ્દો કહીને માર મારવાની ધમકી આપી હતી. જે બાદ જમન પટેલે પણ કીર્તિ પટેલને મારી નાખવાની ધમકી આપી હતી. આથી ઉશ્કેરાઈને કીર્તિ પટેલ પોતાના 10 જેટલા સાથીઓ સાથે સુરતથી ભેંસાણ જવા નીકળી હતી. જોકે રસ્તામાં જ પોલીસે તમામને રોકીને તેમની અટકાયત કરી હતી.
પોલીસના પણ સામે પડી કીર્તિ પટેલ
કાયદા મુજબ મહિલાઓને રાત્રે લોક અપમાં ન રાખી શકાય માટે કીર્તિ પટેલને જામીન પર છોડી નજરબંધ રખાઈ હતી. ગત સાંજે બનેલી ઘટનાને પગલે નજર કેદ રખાયેલી કીર્તિ પટેલની આજે સવારે ધરપકડ કરી હતી. પોલીસે કીર્તિ પટેલની ગાડી રોકી ભેંસાણ જતી અટકાવતા ઉશ્કેરાઈ ગયેલી કીર્તિ પટેલે પોલીસ સાથે લડાઈ કરી અને બેફામ શબ્દો બોલ્યા હતા. ખાસ વાત તો એ છે કે જમન ભાયાણી એ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના સંબંધી થાય છે, ત્યારે ભૂપત ભાયાણીના ધારાસભ્યના ઈશારે કીર્તિ પટેલે પોતાની અટકાયત કરાતી હોવાના આક્ષેપો મૂક્યા હતા.
ADVERTISEMENT