સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સુરત ખાતે જંગી સભાનું સંબોધન કરશે. ત્યારપછી તેઓ મોટા વરાછા ગોપીન ફાર્મ સુધી જવાના છે. અહીં વિગતો પ્રમાણે તેઓ 32 કિલોમીટર સુધીની સફર બાયરોડ ખેડી શકે છે. ત્યાં વડાપ્રધાન મોદી જનસંપર્ક સાધશે. નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
ADVERTISEMENT
સુરતનો વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યારપછી તેઓ ત્યાંથી વરાછા સુધી 32 કિલોમીટર બાયરોડ સફર કરશે. અહીંથી કાર્યક્રમના સ્થળે પહોંચ્યા પછી વડાપ્રધાન મોદી જંગી જનસભાને સંબોધશે. ત્યારપછી અહીંથી કાફોલ પસાર થવાનો હોવાથી પાર્કિંગથી લઈ અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
PM મોદી ફરીથી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે સુરત ખાતે તેમની સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં ટ્રાફિક નિયંત્રણ માટે પણ વાહનચાલકોનો રૂટ ડાયવર્ટ કરી દેવાયો છે. તો બીજી બાજુ મીડિયા રિપોર્ટ્સના આધારે 1500 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. જેથી તેમની સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે.
ADVERTISEMENT