Sabarkantha Accident News: સાબરકાંઠામાં અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવકોના મૃત્યુ નિપજ્યાં છે. હાલ વિજયનગર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ઝાડ સાથે અથડાયું બાઈક
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના વીરપુર મતાલી ગામના બે યુવકો અમદાવાદથી આવી રહેલા મિત્રને લેવા માટે ગયા હતા. આ દરમિયાન રાત્રીના સમયે અમદાવાદથી આવેલા મિત્રને લઈને એક જ બાઈક પર ત્રણ મિત્રો ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ભાખરા-વજેપુર રોડ પર તેઓનું બાઈક રોડની સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાયું હતું.
અકસ્માતમાં ત્રણેય યુવકોના મોત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં ત્રણેય યુવકોના મૃત્યુ નિપજ્યાં હતા. તો આ અકસ્માતની જાણ થતાં તો વિજયનગર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બાઈકની સ્પીડ વધારે હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT