ત્રી દિવસીય કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક પૂર્ણ, જાણો ક્યારે થશે ઉમેદવાર જાહેર

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ 73…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ 73 ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર પસંદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો ફાઈનલ કરવા માટે કોંગ્રેસની ત્રણ દિવસની સ્ક્રીનીંગ કમીટીની બેઠક આજે પૂર્ણ થઇ છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે અને આવતા સપ્તાહમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના છે.

  માસના અંત સુધીમાં જાહેર થઈ શકે છે પ્રથમ યાદી
ગુજરાતની વિધાનસભાની 182 બેઠકો માટે 900થી વધુ નેતાઓ-આગેવાનોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી. પ્રદેશ કક્ષાએ વિવિધ માપદંડોના આધારે સ્કૂટીની કરાયા બાદ એકથી ચાર દાવેદારોના નામ સાથેની પેનલ સ્ક્રીનીંગ કમીટીને મોકલવામાં આવી હતી. કોંગ્રેસના સીનીયર નેતા રમેશ ચેન્નીથલાને સ્ક્રીનીંગ કમીટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમના વડપણ હેઠળ 19થી 21 ઓક્ટોબર એમ ત્રણ દિવસની સ્ક્રીનીંગ કમીટીની બેઠક થઇ હતી. જેમાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે 65 જેટલા ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. ફક્ત મંજૂરીની મહોર લાગવાની વાર છે. ત્યારે કોંગ્રેસના સુત્રોએ કહ્યું કે, ત્રણ દિવસની બેઠકમાં તમામ 182 બેઠકો માટે ચર્ચા થઇ હતી. બેઠકવાઈઝ નામો-પેનલ તૈયાર કરવામાં આવી હતી. હવે કોંગ્રેસનાં નવનિયુક્ત અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેના વડપણ હેઠળ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે અને તેમાં ઉમેદવારોના નામો ફાઈનલ કરવામાં આવશે. ઓકટોબર માસના અંત સુધીમાં કોંગ્રેસ પોતાના નામ ની પહેલી યાદી જાહેર  કરી શકે છે.

વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરી શકે છે
સુત્રોના કહેવા પ્રમાણે મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે. ત્યારે પ્રથમ યાદીમાં આ વર્તમાન ધારાસભ્યોના નામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણી જાહેર થવા પહેલા ઉમેદવાર જાહેર કરવાની હોડમાં હતી. પરંતુ હવે કોંગ્રેસ દરેક ડગલું ફૂંકી ફૂંકીને ભરશે. ચૂંટણી દરમિયાન કોઈ ધારાસભ્યોકે અન્ય નેતાઓની નારાજગી સામે ના આવે તે માટે સાવધાનીપૂર્વક ઉમેદવાર પસંદ કરવાના મૂડમાં છે. તાજેતરમાં જ કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું.

    follow whatsapp