Gogamedi Murder case update: કરણી સેના પ્રમુખની સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસમાં સામે આવ્યું છે કે ગોગામેડીની હત્યાનું કાવતરું કેનેડામાં બેઠેલા ગેંગસ્ટરો દ્વારા પ્લાન કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સેલે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન કરી સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં સંડોવાયેલા ત્રણ લોકોની ચંદીગઢમાંથી ધરપકડ કરી છે. આ મામલે ઘણા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
#WATCH | Delhi Special CP (Crime), Ravindra Yadav says, " National president of Rashtriya Rajput Karni Sena Sukhdev Singh Gogamedi was shot dead on 5th December, in connnection with that 3 accused have been arrested by crime branch…we were tracking them continuosly, we… https://t.co/7WP0rzWM3R pic.twitter.com/soDXXk8PQv
— ANI (@ANI) December 10, 2023
હત્યારાઓ ચંડીગઢમાંથી ઝડપાયા
આજ રોજ દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન કરી બે આરોપીને ચંદીગઢના સેક્ટર 22માંથી પકડ્યા હતા. આ બે આરોપી સાથે તેના એક અન્ય સાથી ઉધમ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને વધુ પૂછપરછ માટે જયપુર પોલીસને સોંપવામાં આવ્યા છે.રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, નીતિન ફૌજી અને રાઠોડ ચંદીગઢમાં છુપાયેલા હતા.
ગોગામેડી હત્યાનું કાવતરૂ કેનેડામાં રચ્યું
સૂત્રો પરથી મળતી જાણકારી અનુસાર કરણી સેનાના અધ્યક્ષ ગોગામેડીની હત્યાના કાવતરાનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર રોહિત ગોદારા હતો, જે કેનેડામાં રહેતો હોવાની શંકા છે.રોહિત ગોદારાને બિશ્નોઈ ગેંગ સાથે ખૂબ જ સારા સંબંધ છે. આ જાણકરીમાં એવી પણ માહિતી મળી રહી છે કે ગોદારાએ ગોગામેડીને મારવાનું અને શૂટર શોધવાનું કામ વીરેન્દ્ર ચારણને આપ્યું હતું.
હત્યાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા હતા
પાંચમી ડિસેમ્બરે જયપુર સ્થિત નિવાસ સ્થાને ગોગામેડી બેઠા હતા ત્યારે હત્યારાઓ વાત કરવાના બાહને ઘરમાં ઘૂસ્યા અને ઘાતકી હત્યા કરી હતી. તેમની હત્યાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા હતા.પોલીસે ગોળીબાર કરનારા બે આરોપીઓની ઓળખ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી તરીકે કરી હતી અને તેમના વિશે માહિતી આપનારને રૂ. 5 લાખનું રોકડ ઈનામ પણ જાહેર કર્યું હતું.
ADVERTISEMENT