શક્તિસિંહ રાજપૂત, અંબાજી: રાજ્યભરમાં વ્યાજખોરોને ડામવા પોલીસ તંત્ર દ્વારા ઝુંબેશ ચાલી રહી છે. પોલીસ તંત્ર દ્વારા લોક દરબાર યોજી અને વ્યાજખોરો મામલે રજૂઆત સાંભળવામાં આવી રહી છે. ત્યારે અંબાજી ખાતે યોજાયેલ લોક દરબારમાં ડીએસપી ની હાજરીમા અરજદારે કહ્યુ કે લોન આપતાં રાજસ્થાનના સાહેબો ગુજરાતની મહિલાઓના ઘરે જઇને ધમકીઓ આપે છે અને લોનનાં ભરી શકતા હોય તો સાહેબ જોડે માઉન્ટ આબુ ફરવા જવું પડશે.
ADVERTISEMENT
અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ મંદિરમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર દર્શન કરવા આવે છે.અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે. અંબાજી ખાતે છેલ્લાં કેટલાક સમયથી કેટલાક તત્ત્વો દ્વારા વ્યાજચક્ર ઊંચું વસુલી તગડી કમાણી કરવામાં આવે છે. ત્યારે અંબાજી ખાતે યોજાયેલા લોક દરબારમાં જિલ્લા પોલીસવડાની હાજરીમા લોકોએ વ્યાજ લેતા લોકોની પોલ ખોલી નાંખતા મામલો ઉગ્ર બન્યો હતો.
ADVERTISEMENT