કોરોનાને લઈ કેન્દ્ર સરકાર એક્શન મોડ પર, 1 જાન્યુઆરીથી ફરજિયાત કરવું પડશે આ કામ

નવી દિલ્હી: વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાનો કહેર શરુ થયો છે. ચીનમાં તો સ્થિતિ એટલી હદે વણસી છે કે અંતિમ સંસ્કાર કરવા માટે ખાટલા ખૂટી પડ્યા…

gujarattak
follow google news

નવી દિલ્હી: વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાનો કહેર શરુ થયો છે. ચીનમાં તો સ્થિતિ એટલી હદે વણસી છે કે અંતિમ સંસ્કાર કરવા માટે ખાટલા ખૂટી પડ્યા છે. લોકોને રસ્તા પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. દવાઓ ખુટી પડતા મેડિકલ તો ઠીક દવા બનાવતી ફેક્ટરીમાં લોકોની હકડેઠઠ લાઈનો લાગી છે. ત્યારે કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ ન વધે જેને પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2023 થી કોરોનાના નિયમોને લઈ મહત્વના ફેરફાર કરવામાં આવ્યો છે.

માનસુખ માંડવીયાએ ટ્વિટ કરી આપી માહિતી
1 જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેઓએ મુસાફરી પહેલા એર સુવિધા પોર્ટલ પર તેમના અહેવાલો અપલોડ કરવાના રહેશે.

 

આ પણ વાંચવા જેવું
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ, જાણો રોકા સેરેમની વિશે…

ચીનથી ઈટાલી જતી ફ્લાઈટના 50 ટકા લોકો સંક્રમિત થયા 
ચીનથી ઈટાલી જતી ફ્લાઈટના અડધા મુસાફરો કોરોનાથી સંક્રમિત હોવાનું બહાર આવ્યા બાદ હંગામો મચી ગયો હતો. આ કારણે ચીનથી અન્ય દેશોમાં કોરોના ફેલાવવાનું જોખમ વધુ વધી ગયું છે. ભારત અને અમેરિકા સહિત સાત દેશોએ ચીનથી આવનારા મુસાફરો માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ચીનથી મિલાન જતી બે ફ્લાઇટમાં મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા છે. એક ફ્લાઈટના 92 પેસેન્જર્સમાંથી 35 એટલે કે 38 ટકા અને બીજી ફ્લાઈટના 120 પેસેન્જર્સમાંથી 62 એટલે કે 52 ટકા પેસેન્જરો કોવિડ પોઝિટિવ હોવાનું  સામે આવ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp