નિલેશ શીશાંગીયા , રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ દરમિયાન રાજકોટમાં કોંગ્રેસને તંત્ર પર વિશ્વાસ ન હોય તેમ સ્ટ્રોંગ રૂમ બહાર કોંગ્રેસે CCTV ગોઠવી અને ડિજિટલ સિક્યુરિટી ગોઠવી દીધી છે. આ CCTVના માધ્યમથી 24 કલાક કંટ્રોલ રૂમેથી દેખરેખ કરવામાં આવે છે.
ADVERTISEMENT
કોઈ પણ ચૂંટણી હોય ત્યારે હારનું ઠીકરું કોંગ્રેસ EVM પર ધોળતું હોય છે. ત્યારે આ વખતે કોંગ્રેસે EVM પર અત્યારથી નજર રાખવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ કોંગ્રેસે EVM પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રસે રાજકોટમાં સ્ટ્રોંગ રૂમ બહાર સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. એક જીપ પર સીસીટીવી કેમેરા ગોઠી કોંગ્રેસ EVM પર નજર રાખી રહ્યું છે. કોંગ્રેસે પરિણામ સુધી EVM પર નજર રાખી શકે છે.
પ્રથમ તબક્કામાં કુલ 63.14 ટકા મતદાન થયું
ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.89 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે.
8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે
સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે બીજી તરફ બીજા તબક્કા નું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.
ADVERTISEMENT