દિલ્હીઃ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આ સમયે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. દેશની રાજધાનીમાં આ સમયે કડકડતી ઠંડી પડી રહી છે. જ્યાં લોકો ઘરની અંદર ધ્રૂજી રહ્યા છે, ત્યાં ઠંડીનું મોજું અને ધુમ્મસના કારણે બહારની હાલત ખરાબ થઈ ગઈ છે. કડકડતી ઠંડી વચ્ચે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારો ગાઢ ધુમ્મસથી ઘેરાયેલા છે. રસ્તાઓ પર ઝીરો વિઝિબિલિટીના કારણે વાહનોના ઈન્ડિકેટર જોવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગ (IMD) અનુસાર, પંજાબના ભટિંડા, આગ્રા, બરેલી અને યુપીના લખનઉમાં સવારે 5.30 વાગ્યે શૂન્ય વિઝિબિલિટી નોંધાઈ હતી. તે જ સમયે, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં શૂન્ય વિઝિબિલિટી હતી. આ સિવાય અમૃતસરમાં 25 મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી. તે જ સમયે, દિલ્હીના પાલમમાં 25 મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે (સોમવાર) એટલે કે 9 જાન્યુઆરીએ પણ તીવ્ર ઠંડી અને ધુમ્મસમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. IMD એ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે, 9 જાન્યુઆરી 2023 માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઠંડી અને ધુમ્મસના બેવડા પ્રકોપનો સામનો કરી રહેલા દિલ્હીમાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ફ્લાઈટને પણ અસર થઈ રહી છે. તે જ સમયે, ટ્રેનો પણ તેમના નિર્ધારિત સમય કરતા મોડી દોડી રહી છે.
દિલ્હીમાં સવારે 5.30 વાગ્યે લઘુત્તમ તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લોધી રોડ પર લઘુત્તમ તાપમાન બે સેલ્સિયસ નોંધાયું છે.
તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસની છે બાજ નજર
ગુજરાતમાં તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસે બાજ નજર રાખી છે. નોંધનીય છે કે અત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલા લેવાઈ શકે એવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે. એકબાજુ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીબાજુ તુક્કલોના કારણે સર્જાતી ગંભીર ઘટનાઓની પણ નોંધના પગલે આના વેચાણ સામે પણ પોલીસે લાલ આંખ કરી દીધી છે.
ચાઈનીઝ દોરીને લઈ અમદાવાદ પોલીસે શરૂ કરી ખાસ ઝુંબેશ
મકર સંક્રાંતિનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે આમ છતાં પણ બજારમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકતડની જઅને ઝુંબેશ હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી 1-1 વ્યક્તિનાં મોત થયા હતા. આ દરમિયાન અમદાવાદમાં ચાઇનીઝ દોરી સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 170 જેટલા ગેરકાયદેસર ચાઈનીઝ દોરી ના કેસ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT