Dinesh Karthik IPL Retirement: બુધવારની રાત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે નિરાશામાં ફેરવાઈ, જ્યારે રાજસ્થાન રોયલ્સ (RR)એ RCB ને 4 વિકેટથી હરાવ્યું અને ટાઈટલની રેસમાંથી બહાર કરી દીધું. આરસીબી (RCB)એ આ સિઝનમાં ચોથા સ્થાને તેની સફર પૂરી કરી. આ સાથે ટીમના સિનિયર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક (Dinesh Karthik)એ સંન્યાસ લેવાનો સંકેત આપ્યો છે. જોકે, કાર્તિકે હજુ સુધી આ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ગઈકાલે રાત્રે મેચ પૂરી થયા બાદ જે રીતે તેમણે મેદાનમાંથી વિદાય લીધી તે સંકેત માનવામાં આવી રહ્યો છે કે દિનેશ કાર્તિકે હવે IPL માંથી સંન્યાસ લઈ લીધો છે.
ADVERTISEMENT
વિરાટ કોહલી ભેટી પડ્યા
મેચ ખતમ થયા બાદ RCBના ખેલાડીઓ આ હારથી નિરાશ થઈ ગયા હતા અને એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા. આ દરમિયાન ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli)એ દિનેશ કાર્તિકને ગળે લગાવ્યા હતા.
મેદાનમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર
આ પછી વિરાટ કોહલીએ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું અને આ દરમિયાન ટીમના ટ્રેનર અને તેમના સારા મિત્ર શંકર બાસુ પણ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવા મેદાનમાં આવ્યા. આ દરમિયાન RCBના તમામ ખેલાડીઓએ મેદાનમાંથી બહાર જતાં પહેલા દિનેશ કાર્તિકના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
શનિવારે જ આપ્યો હતો સંકેત
તમને જણાવી દઈએ કે, આ પહેલા શનિવારે દિનેશ કાર્તિકે પણ પોતાના સંન્યાસનો સંકેત આપ્યો હતો, જ્યારે તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટીમની છેલ્લી લીગ મેચ જીત્યા બાદ ખેલાડીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે જો તેમની ટીમ અહીં ન જીતેત અને પ્લેઓફમાંથી બહાર થઈ જાત, તોઆ તેમની છેલ્લી લીગ મેચ પણ હોત, પરંતુ હવે આ જીત સાથે તેમને આ સિઝનમાં થોડી વધુ મેચ રમવાની તક મળી છે.
અત્યાર સુધીમાં રમી છે 257 મેચો
તમને જણાવી દઈએ કે દિનેશ કાર્તિકે આ લીગમાં કુલ 257 મેચ રમી છે. તેમણે આ લીગમાં 4842 રન બનાવ્યા છે, જેમાં 22 અડધી સદી સામેલ છે, જ્યારે દિનેશ કાર્તિકના નામે કોઈ સદી નથી. તમને જણાવી દઈએ કે ક્રિકેટ સિવાય દિનેશ કાર્તિકે તેમની બીજી ઈનિંગ પણ શરૂ કરી દીધી હતી. તેમણે કોમેન્ટેટર તરીકે તેમની બીજી ઇનિંગ શરૂ કરી છે અને આગામી વર્લ્ડ કપમાં પણ તેઓ આ ભૂમિકામાં જોવા મળી શકે છે.
ADVERTISEMENT