અમદાવાદ: રાજ્યમાં એક તરફ ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકીય પક્ષો લોકો સુધી પહોંચવા જમીન આસમાન એક કરી રહ્યા છે. વિવિધ રેલીઓ અને યાત્રા સહિતના આયોજનો થવા લાગ્યા છે ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઉનાઇ માતાથી ફાગવેલ અને ઉનાઇ થી અંબાજી યાત્રા પ્રારંભ થયો આ યાત્રાને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહે પ્રસ્થાન કરાવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભાજપના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભણી ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતની ચૂંટણીને 2024ની ટ્રાયલ ચૂંટણી પણ ગણવામાં આવે છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના 4 લિસ્ટ જાહેર કરી દીધા છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભાજપના મુખ્યમંત્રી ચેહરાની જાહેરાત કરી દીધી છે. અમિત શાહે લોકોને સવાલ કરતાં કહ્યું કે, વિઘાનસભાની ચૂંટણીમાં વડાપ્રઘાનના હાથ મજબૂત કરવા વિનંતી કરી અને ભુપેન્દ્રભાઇ પટેલને ફરી મુખ્યમંત્રી બનવાશોને? તેવા સવાલ સાથે મુખ્યમંત્રી ની જાહેરાત કરી દીધી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમણે ગુજરાતમાં ઉનાઇ માતાથી ફાગવેલ અને ઉનાઇ થી અંબાજી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યાર બાદ તમને પોતાના સંબોધનમાં ભાજપના સેનાપતિની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીજીએ વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી અને યોજનાના ફાયદા આદિવાસી પરિવારોએ જોયા છે. નરેન્દ્રભાઇ અને ભુપેન્દ્રભાઇ સુઘીનો સરવાળો કરીએ તો 11 લાખ હેકટર જમીનમાં સિંચાઇ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યુ છે. આજે 98.3 ટકા આદિવાસી ગામોને મુખ્ય રોડ સાથે જોડવાનું કામ ભાજપની સરકારે કર્યુ. વિકાસના કામનો ભરોસો ભાજપ પર જ મુકી શકો. કોંગ્રેસ વિકાસના કામ કરી જ ન શકે માત્ર બેનરો લગાવી શકે. ભારતીય જનતા પાર્ટી જે કામ કરવાનું કહે છે કે કરે જ છે. ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં વડાપ્રઘાનના હાથ મજબૂત કરવા વિનંતી કરી અને ભુપેન્દ્રભાઇ પટેલને ફરી મુખ્યમંત્રી બનવાશોને ,ભાજપને જંગી મતોથી વિજય બનાવશોને તેવા સવાલ જનતાને કર્યો હતો.
ગુજરાત વિધાનસભાનીચૂંટણી હવે ટૂંક સમયમા જાહેર થવાની તૈયારીમાં છે ત્યારે આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉમેદવારના ચાર લિસ્ટ જાહેર કરી દીધા છે ત્યારે કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારની પહેલી યાદી જાહેર કરશે જોકે ભાજપે ઉમેદવાર અંગે બંધ બારણે બેઠકો કરી છે હજુ કોઈ જાહેરાત કરવામાં નથી આવી ત્યારે મુખ્યમણત્રી ચહેરા અંગે ભાજપ સિવાય કોઈ પક્ષે જાહેરાત નથી કરી. આજે અમિત શાહે મુખ્યમંત્રી ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલની આડકતરી રીતે જાહેરાત કરી દીધી.
ADVERTISEMENT