રજનીકાંત જોશી, દ્વારકા: ગુજરાત વિધાનસભામાં ખંભાળિયા બેઠક હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ બેઠક પર આમાં આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી મેદાને હતા. જેમાં ભાજપના ઉમેદવાર મુળૂ બેરાને જનતાએ વિધાનસભાનો રસ્તો બતાવ્યો અને બાકીના ઉમેદવારોને સેવા માટે નથી પસંદ કર્યા. આ દરમિયાન કોંગ્રેસને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લઈ કોંગ્રેસમા ભંગાણ સર્જાયું છે. જિલ્લા પંચાયતના સદસ્યએ રાજીનામું ધરી દીધું છે. જવાબદારી સ્વીકારી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે.
ADVERTISEMENT
81 વિધાનસભા ખંભાળિયા ભાણવડમાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ ભાઈ માડમની હાર થતા જિલ્લા પંચાયતના સદસ્યએ કોંગ્રેસના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિધાનસભા ચૂંટણીમા કોંગ્રેસનો પરજય થતા કોંગ્રેસના અગ્રણી કે ડી કરમુરનું રાજીનામુ પડતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.
મુળુ બેરાને મળી શકે છે સ્થાન
ખંભાળિયા બેઠક પરથી જીત મેળવેલા મુળુ બેરાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. ભાજપના જૂના જોગીઓમાં ગણવામાં આવે છે. કેશુભાઈ પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. મુળુ બેરા પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ ઉપરાંત તે પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન પણ રહ્યા છે.
ADVERTISEMENT