ચૂંટણી લડી રહેલા આ ઉમેદવારની સંપતિ છે ઝીરો, જાણો કોણ છે આ નેતા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હવે ગણતરીના કલાઓ જ બાકી રહ્યા છે. આજે પ્રથમ તબક્કા માટે પ્રચારના પડઘમ શાંત થઈ જશે અને ડોર ટુ ડોર…

gujarat vidhansabha

gujarat vidhansabha

follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હવે ગણતરીના કલાઓ જ બાકી રહ્યા છે. આજે પ્રથમ તબક્કા માટે પ્રચારના પડઘમ શાંત થઈ જશે અને ડોર ટુ ડોર પ્રચાર વેગ પકડશે. આ દરમિયાન લોકો પોતાના ઉમેદવારો અંગે વધુ ને વધુ જાણવા માંગે છે. અનેક પૈસાદાર ઉમેદવાર અંગે ચર્ચા કરી છે પરંતુ હવે પાંચ ઉમેદવાર એવા પણ છે જેમની સંપતિ ઝીરો છે અને તે ચૂંટણી લડી રહ્યા છે.

રાજકીય પક્ષોના કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડે તે નવાઇની વાત નથી જો કે જેમની પાસે જમીન, સોનું, બેન્ક બેલેન્સના નામે કોઇ સંપત્તિ નથી જેવા લોકો પણ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામાં પાંચ ઉમેદવારોએ પોતાની સંપત્તિ શૂન્ય હોવાનું દર્શાવ્યુ છે, એટલે કે તેમની પાસે જમની, સોનું, વાહન, બેન્સ બેલેન્સના નામ એક રૂપિયાની પણ સંપત્તિ નથી.

આ નેતાઑની સંપતિ ઝીરો
ઝીરો સંપતિ વાળા ઉમેદવારોમાં કોંગ્રેસના ગાંધીનગર ઉત્તરની બેઠકના ઉમેદવાર મહેન્દ્રભાઇ પટણી, સરકાર વલ્લભભાઇ પટેલ પાર્ટીના અમદાવાદની નરોડા બેઠકના ઉમેદવાર સત્યમકુમાર પટેલ, આપણી જનતા પાર્ટીના અમદાવારના અમરાઇવાડી બેઠકના સતિષ હિરાલાલ સોની, પ્રજા વિકાસ પાર્ટીના અમદાવાદના દાણીલીમડા (એસસી) બેઠકના ઉમેદવાર કસ્તુરભાઇ પરમાર અને ડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટીના અમદાવાદના સાબરમતી બેઠકના ઉમેદવાર જીવનભાઇ પરમારનો સમાવેશ થાય છે.

બીજા તબક્કામાં આ ઉમેદવારો કરોડપતિ 
બીજા તબક્કામાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા ભાજપ કરતા કોંગ્રેસમાં વધારે છે. ભાજપના 93માંથી 75 ઉમેદવાર (81 ટકા) કરોડપતિ છે જ્યારે કોંગ્રેસમાં 90 ઉમેદવારમાંથી 77 ઉમેદવાર (86 ટકા) કરોડપતિ છે. તો આમ આદમી પાર્ટીએ 35 ઉમેદવાર (38 ટકા) કરોડપતિ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

બંને તબક્કામાં 456 ઉમેદવાર કરોડપતિ
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આમ પ્રથમ અને બીજા તબક્કાના કુલ 1621માંથી 456 ઉમેદવારો કરોડપતિ છે. જેમાં સૌથી વધારે કરોડપતિ ઉમેદવારોમાં ભાજપના 154, કોંગ્રેસના 142 અને આપ પાર્ટીના 68 ઉમેદવાર છે.

    follow whatsapp