ચોરોની હિંમત વધીઃ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલની ઓફિસમાં ચોરી, બેનની ખુરશી પણ લઈ ગયા

કામિની આચાર્ય,  મહેસાણા: રાજ્યભરમાં ચોરીની ઘટનાઓ ચાસવારે સામે આવી અહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ સાથે મહેસાણા જિલ્લામાં સતત ચોરીના બનાવો…

gujarattak
follow google news

કામિની આચાર્ય,  મહેસાણા: રાજ્યભરમાં ચોરીની ઘટનાઓ ચાસવારે સામે આવી અહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ સાથે મહેસાણા જિલ્લામાં સતત ચોરીના બનાવો બની રહ્યા છે અને તસ્કરો ચોરીને અંજામ આપીને રફુચક્કર થઈ રહ્યા છે. ત્યારે મહેસાણામાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. નાઇટ પેટ્રોલિંગના ફાંકા મારતી પોલીસની પોલ ખોલી લોકસભાના સાંસદ શારદાબેનની ઓફિસમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. જ્યારે ચોરીની ઘટનાને લઈ પોલીસનો કાફલો સાંસદની ઓફિસ ખાતે પહોંચ્યો છે.

જિલ્લા પંચાયત સામે આવેલા સાસંદ સુવિધા કેન્દ્રમાં ચોરીની ઘટનાથી ચકચાર મચી છે. ત્યારે મહેસાણા સાસંદની ઓફિસમાં બીજી વખત ચોરીની ઘટના સામે આવી છે. સાંસદ સભ્યની ઓફિસ પરથી 25 પ્લાસ્ટિક ખુરશી,ફ્રીજ,બે એસી ના ઇન્ડોર, સાંસદ ની ખુરશી,પસ્તી, તમામ નળ સહિત સમાન તસ્કરો ઉઠાવી ગયા છે.

બીજી વખત બની ચોરીની ઘટના
મહેસાણાના સાંસદ શારદાબેન પટેલની ઓફિસ પર  આ પહેલા પણ ચોરીની ઘટન ઘટી હતી. જોકે તે વખતે સાસંદે ફરિયાદ આપવાનું ટાળ્યું હતું. ત્યારે જાણે કાયદા અને વ્યવસ્થાનો ડર જ ના હોય અને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેક્તા હોય તેમ તસ્કરોએ બીજી વખત સાંસદની ઓફિસમાં હાથફેરો કર્યો છે. પોલીસ હેડ ક્વાર્ટર થી માત્ર 100 મીટરના અંતરે આવેલા આ કાર્યાલયમાં ચોરોએ ચોરી કરીને પડકાર ફેંક્યો છે ત્યારે મહેસાણા પોલીસે ડોગ્સકોડ તેમજ એફએસએલની મદદથી ચોરોને ઝડપી લેવા મથામણ હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના શૂટરનો દેશની સીનીયર ટીમમાં સમાવેશ, સાયપ્રસ દેશમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ

પોલીસ પેટ્રોલિંગ પર ઉઠયા ફરી સવાલો
મહેસાણાના સાંસદ શારદાબેનની ઓફિસમાં આ સતત બીજી વખત ચોરીનો બનાવ બન્યો છે. અગાઉ થયેલી ચોરીમાં સાંસદે ફરિયાદ આપવાનું ટાળ્યું હતું. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસનો કાફલો સાંસદની ઓફિસ ખાતે પહોંચ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગ અને જનતાની સલામતીને લઈ સવાલો ઉઠયા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp