IPL 2023 માં આ 11 ખેલાડીઓએ કર્યા ફેન્સને નિરાશ, રોહિત શર્મા સહિત આ ખેલાડીઓ રહ્યા ફ્લોપ

નવી દિલ્હી: IPL  2023 પૂર્ણ થઈ ચૂકી છે. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટુર્નામેન્ટની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. IPL 2023માં…

gujarattak
follow google news

નવી દિલ્હી: IPL  2023 પૂર્ણ થઈ ચૂકી છે. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટુર્નામેન્ટની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. IPL 2023માં ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા, પરંતુ એવા 11 ખેલાડીઓ એવા છે જેમનું IPL 2023માં પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. IPl આ 11 ખેલાડીઓએ ફેન્સને નિરાશ કર્યા છે.

ટોપ ઓર્ડરની જો વાત કરવામાં આવે તો ઓપનર તરીકે દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉ (8 મેચમાં 13.25ની એવરેજથી 106 રન) અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (20.75ની એવરેજથી 16 મેચમાં 332 રન)ને કર્યા છે. ત્રીજા નંબરે દીપક હુડ્ડા જેમણે IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે 12 મેચમાં 7.64ની ખરાબ સરેરાશથી માત્ર 84 રન બનાવ્યા હતા.

મિડલ ઓર્ડરની જો વાત કરવામાં આવે તો મનીષ પાંડેને ચોથા નંબરે, હેરી બ્રુકને પાંચમા નંબરે અને દિનેશ કાર્તિકને છઠ્ઠા નંબરે વિકેટ-કીપર બેટ્સમેન છે. આ ત્રણેય ખેલાડીઓ IPL 2023માં ફ્લોપ રહ્યા હતા. આ સિઝનમાં, મનીષ પાંડેએ દિલ્હી કેપિટલ્સ માટે 10 મેચમાં 17.78ની સરેરાશથી માત્ર 160 રન બનાવ્યા હતા. બીજી તરફ, 13.25 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ બનેલા હેરી બ્રુકે ઓરેન્જ આર્મી માટે 11 મેચમાં 21.11ની એવરેજથી માત્ર 190 રન જ કર્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ તેણે પણ માત્ર નિરાશ જ કર્યો, તેણે સમગ્ર સિઝનમાં 13 મેચોમાં 11.67ની એવરેજથી માત્ર 140 રન બનાવ્યા.

લોઅર ઓર્ડરની જો વાત કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સના મેચ ફિનિશર રિયાન પરાગ (7 મેચ, 78 રન, એવરેજ 13), RCB ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ (10 મેચ, 20 રન, એક વિકેટ)નો સમાવેશ થાય છે. બોલર તરીકે, RR, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના બોલર જેસન હોલ્ડર (8 મેચમાં 4 વિકેટ), કાગીસો રબાડા (6 મેચમાં 7 વિકેટ), અને જોફ્રા આર્ચર (5 મેચમાં 2 વિકેટ)નો સમાવેશ કર્યો છે.

આ 11 પ્લેયર IPL માં રહ્યા છે ફ્લોપ
IPL 2023 ફ્લોપ XI: પૃથ્વી શો, રોહિત શર્મા (c), દીપક હુડા, મનીષ પાંડે, હેરી બ્રૂક, દિનેશ કાર્તિક (wk), રિયાન પરાગ, શાહબાઝ અહેમદ, જેસન હોલ્ડર, કાગીસો રબાડા, જોફ્રા આર્ચર

    follow whatsapp