અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ સપ્તાહમાં ચૂંટણી જાહેર થઈ જશે ત્યારે ગુજરાતમાં ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવા એડી ચોટીનું જોર લગાવશે ત્યારે બીજી તરફ કોંગ્રેસ સત્તા વનવાસ પરથી પરત આવવા મેદાને ઉતરશે. ત્યારે આમ આદમી પાર્ટી પોતાનું સ્થાન જમાવવા લડાઈ લડશે. ત્યારે અમદાવાદની ધંધુકા બેઠક પર જામશે ખરાખરીનો જંગ
ADVERTISEMENT
ધંધુકાનું ઐતિહાસિક મહત્વ
ધંડુકા વિધાનસભા બેઠક એટલે કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની બેઠક. આ બેઠક 1980માં અસ્તિત્વમાં આવી હતી. ધંડુકા 12મી સદીમાં હેમચંદ્રાચાર્યના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત બન્યું હતું. કુમારપાલે તેમના જન્મસ્થળ પર મંદિર બનાવ્યું. મુસ્લિમ અને મરાઠા શાસન દરમિયાન, ધંધુકા એક નગર રહ્યું અને ધોળકા સાથે જોડાયેલું હતું. છે. ધંધુકા 1802માં ધોળકાની સાથે બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. આમ, હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ અને ગુજરાતી ઝવેરચંદ મેધાણીની કર્મભૂમિ હોવાથી ધંધુકાનું ઐતિહાસિક મહત્વ છે.
બેઠકનું જ્ઞાતિગત સમીકરણ
ધંધુકા વિધાનસભા બેઠક પર કોળી પટેલોનું વર્ચસ્વ છે. તલપાડા કોળી 60000, ચુંવાળીયા કોળી ઠાકોર 25000, ક્ષત્રિય કોર્ટ 50000, મુસ્લિમ ખોજા વોરા 28000, દલિત 30000, માલધારી 12000, અન્ય સરના સમાજની વસ્તી 45000 છે. આ બેઠક હાલમાં કોંગ્રેસ પાસે છે, 2012માં આ બેઠક ભાજપ પાસે હતી. જો કે તેને કોઈના પ્રભુત્વવાળી બેઠક કહી શકાય નહીં.
જાણો શું છે આ બેઠકની સમસ્યા
આ બેઠકની સૌથી મોટી સમસ્યા પૈકી સૌથી મોટી સમસ્યા જર્જરિત રસ્તાઓની છે. આ ઉપરાંત અન્ય સમસ્યાઓની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. અહીં પાણીની સમસ્યા એટલી વિકટ છે કે ધંધુકા નગરને 5 દિવસે એક વખત પાણી આપવામાં આવે છે, જ્યારે ગામડાઓમાં લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. જેના કારણે ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ વિસ્તારોના મતદારો કરશે મતદાન
ધંધુકા વિધાનસભા બેઠકમાં બરવાળા નગરપાલિકા અને ધંધુકા નગરપાલિકાનો સમાવેશ થાય છે. સાથે જ અહીં 4 તાલુકા પંચાયતનો પણ સમાવેશ થાય છે. જેમાં બરવાળા રાણપુર અને ધોલેરા તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન છે. સાથે જ પાલિકા પણ ભાજપના કબ્જામાં છે.
મતદારો
વિધાનસભાના બેઠક ક્રમાંક 59ની ધંધુકા બેઠક જનરલ બેઠક છે. જે આ બેઠક સુરેન્દ્રનગર સંસદીય/લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે. મતવિસ્તારમાં કુલ 273724 મતદારો છે, જેમાં 144355 પુરૂષ, 129368 મહિલા અને 1 અન્ય મતદારો છે.
2017નું પરિણામ
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધંધુકા મતવિસ્તારમાં 57.20% મતદાન નોંધાયું હતું અને આ બેઠક માટેનું મતદાન ચૂંટણીના બીજા તબક્કામાં 14 ડિસેમ્બર, 2017ના રોજ યોજાયું હતું. જેમાં કોંગ્રેસના રાજેશ ગોહિલને કુલ મતદાનના 46.36 ટકા મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર કાળુભાઇ ડાભીને 46.26 ટકા મત મળ્યા હતા. અને કોંગ્રેસના ઉમેદવાર રાજેશકુમાર ગોહિલ વિજેતા થયા હતા. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ બેઠક જીતી હતી.dhandhuka
ADVERTISEMENT