દિલ્હીઃ ન્યૂ યરના પહેલા દિવસે BCCIની એક રિવ્યી મીટિંગ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આમાં રોહિત શર્મા, રાહુલ દ્રવિડ, ચેતન શર્મા, રોજર બિન્ની અને જય શાહ સામેલ હતા. આ મીટિંગમાં વનડે વર્લ્ડ કપ માટે રોડ મેપ તૈયાર કરાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. એટલું જ નહીં વર્લ્ડ કપ માટે કુલ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરાયા છે. આની સાથે ખેલાડીઓના વર્કલોડ અને ફિટનેસ અંગે પણ ચર્ચા વિચારણા થઈ છે. જેમાં IPLમાં કોની કેવી ભૂમિકા હોવી જોઈએ એ મુદ્દે પણ ચર્ચા વિચારણા થઈ હતી.
ADVERTISEMENT
વર્કલોડનો કોયડો ગૂંચવાયો..
મીડિયા અહેવાલો પ્રમાણે BCCIની આ સમીક્ષા બેઠકમાં ઘણા મહત્ત્વના પ્રશ્નોના જવાબો મળ્યા હતા, ત્યાં કેટલીક બાબતો એવી હતી જે હજુ પણ બોર્ડ માટે વણઉકેલાયેલી રહી હતી. આવો જ એક મુદ્દો વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ સાથે સંબંધિત છે જે વર્લ્ડ કપ પહેલા IPLની તમામ મેચો રમી રહ્યા છે.
વર્કલોડ સંભાળવા મુદ્દે ચર્ચાઓ…
વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સમીક્ષા બેઠકમાં બોર્ડે ખેલાડીઓને સ્પષ્ટ કહ્યું છે કે જો તેઓ ઇચ્છે તો IPL મેચોમાંથી વિરામ લઈ શકે છે, પરંતુ ભારતીય ટીમની ઈન્ટરનેશનલ મેચોમાંથી તેમને આરામ નહીં મળે. આવી સ્થિતિમાં આઈપીએલની ટીમો મુશ્કેલીમાં મુકાઈ જશે. ગયા વર્ષે ભારતના ટોચના ક્રિકેટરોએ તમામ આઈપીએલ મેચોમાં ભાગ લીધો હતો. જ્યારે નેશનલ ટીમ માટે તેઓએ વર્કલોડને કારણે સમયાંતરે બ્રેક લીધો હતો.
શું બોર્ડ અને IPL ફ્રેન્ચાઈઝી વચ્ચેનો ઘર્ષણ વધશે?
ભારતીય ટીમ ક્રિકેટ ટીમે આ વર્ષે કુલ 35 વનડે રમવાની છે. તેની શરૂઆત શ્રીલંકા સામેની સિરીઝથી થશે. તે જ સમયે ભારતમાં આ વર્ષે ODI વર્લ્ડ કપનું પણ આયોજન થવાનું છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાની તૈયારીઓમાં કોઈ અંતર છોડવા માંગતું નથી.
બીજી તરફ, BCCIએ IPL માટે બે મહિનાનો સમય આપ્યો હશે. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ આ લીગમાં જ રમે છે. આવી સ્થિતિમાં જો વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ પોતપોતાની ટીમો માટે IPLની તમામ મેચો નહીં રમે તો ફ્રેન્ચાઇઝીને મોટું નુકસાન થશે.
ફ્રેન્ચાઇઝી આ ખેલાડીઓ પર કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. તે જ સમયે, આઈપીએલ પણ બીસીસીઆઈની કમાણીનો સૌથી મોટો સ્ત્રોત છે. આમ, જો BCCI વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ એવો નિયમ નહીં બનાવે કે ખેલાડીઓ IPL મેચોમાંથી બ્રેક લઈ શકે અને તેમને ભારતીય ટીમની મેચો માટે આરામ નહીં મળે તો સંઘર્ષની સ્થિતિ સર્જાઈ શકે છે. કારણ કે આની અસર બોર્ડ, IPL ટીમ અને ખેલાડીઓ પર પડશે.
સમીક્ષા બેઠકની વિશેષતાઓ
BCCIની સમીક્ષા બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે દાવો કરવા માટે ખેલાડીએ પૂરતું ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જરૂરી છે. એટલું જ નહીં, ટીમની પસંદગીની પ્રક્રિયા હવે યો યો અને ડેક્સા ટેસ્ટ હેઠળ થશે. આ ટેસ્ટ પાસ કરનારા ખેલાડીઓને જ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળશે. આવી સ્થિતિમાં, એ સ્પષ્ટ છે કે બોર્ડ ખેલાડીઓની ફિટનેસ સાથે સમાધાન કરવા માંગતું નથી.
ઈન્ટરનેશનલ મેચમાં આરામ નહીં મળે- સંભાવનાઓ
ODI વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને નેશનલ ક્રિકેટ એકેડમી IPLમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓ પર નજર રાખવા માટે ફ્રેન્ચાઈઝી સાથે મળીને કામ કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય ટીમની મેચોમાંથી ખેલાડીઓને હવે આરામ નહીં મળે એવી સંભાવના છે. જોકે તેને IPLમાંથી બ્રેક લેવાની છૂટ આપવામાં આવી શકે છે. (જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી)
ADVERTISEMENT