દેવગઢબારિયા સીટ ઉપર જબરો અપસેટ સર્જાયો, NCP ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

શાર્દૂલ ગજ્જર, દાહોદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથણ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો…

gujarattak
follow google news

શાર્દૂલ ગજ્જર, દાહોદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથણ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે જેમાં 1 ડિસેમ્બરે  મતદાન થશે જ્યારે બીજા તબક્કાની 93 બેઠક માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ પરત ખેચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે ગુજરાતના રાજકારણમાં મોટો અપસેટ સર્જાયો છે.દાહોદની દેવગઢ બારીયા બેઠક ઉપરથી એનસીપીના ઉમેદવારે ગોપસિંગ કેસરસિંગ લવારે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો છે.

દેવગઢ બારીયા 134 વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના અને એનસીપીના ગઠબંધનને લઈ એનસીપીએ ઉમેદવાર તરીકે ગોપસિંગ કેસરસિંગ લવારને એનસીપીના ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યા હતા અને તેમને ટિકિટ ફાળવવામાં આવી હતી ત્યારે આ નેતા  1995 થી ભાજપના સક્રિય કાર્યકરથી લઈ પાર્ટીના અનેક હોદ્દા ઉપર રહી ચૂક્યા છે અને હાલ માં પણ તેઓ ભાજપના સંગઠનના હોદ્દા ઉપર હોવા છતાં પણ એનસીપીએ તેનો ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી મોટી જનમેદની સાથે તેઓએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આ ઉમેદવારી નોંધાવતા દેવગઢબારિયા 134 વિધાનસભા બેઠક ઉપર ત્રિકોણીય જંગ એટલે કે એનસીપી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે નો જંગ જામે તેમ જોવાઈ રહ્યો હતો ત્યારે આજરોજ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે ગોપસિગ લવારે અચાનક રાષ્ટ્રીય પાર્ટી તેવી એનસીપીના ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચી લેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ આ ગોપસિગ લવારે ફોર્મ ખેંચીને અંડરગ્રાઉન્ડ થઈ જતા તે કોઈના સમર્થનમાં કે પછી કોઈના દાબદબાણમાં કે પછી સ્વૈછિક  ફોર્મ પરત લીધું છે તે ખાઈ શકાય નહીં.

બીજા તબક્કા માટે ફોર્મ પરત ખેચવાનો આજે અંતિમ દિવસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. 93 બેઠક પર યોજાનારી વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ટકરાશે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે. વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ 1112 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

ત્રણ બેઠકને લઈ ગઠબંધન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને NCPનું ગઠબંધન જોવા મળશે.   NCP અને કોંગ્રેસ વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે. ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા વિધાનસભા પર NCP અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે.

788 ઉમેદવારો પ્રથમ તબક્કા માટે મેદાને
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ 39 રાજકીય પક્ષોના ઉમેદવારો છે. 39 પક્ષોના કુલ 788 ઉમેદવારોમાં 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં 339 અપક્ષ ઉમેદવારો છે.

    follow whatsapp