હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ યલ્લો એલર્ટ જાહેર કર્યું, અમદાવાદમાં આજથી 3 દિવસ પડશે આકરી ગરમી

અમદાવાદ: ગુજરાતના વાતાવરણને પણ જાણે રાજકીય રંગ લાગ્યો હોય તેમ સતત બદલ્યા કરે છે. એક તરફ વરસાદનું જોર વધી રહ્યું છે. તો સાથે સાથે ગરમી…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતના વાતાવરણને પણ જાણે રાજકીય રંગ લાગ્યો હોય તેમ સતત બદલ્યા કરે છે. એક તરફ વરસાદનું જોર વધી રહ્યું છે. તો સાથે સાથે ગરમી પણ પોતાનું જોર બતાવી રહી છે. આ દરમિયાન ઉનાળાની શરૂઆત વરસાદ થી થઈ હતી ત્યારે હવે હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી છે. અમદાવાદમાં આજથી જ ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જવું પડશે. હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.

અમદાવાદમાં આજથી 3 દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં 3 દિવસ યલો એલર્ટને પગલે શહેરીજનોને તકેદારી રાખવી આવશ્યક બનશે. આજે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું છે.આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી, અમરેલીમાં 39.4, વડોદરામાં 40, ભાવનગરમાં 38.5, ભુજમાં 39.4, છોટાઉદેપુરમાં 39.3, ડાંગમાં 40.2, ડીસામાં 39.1, દ્વારકામાં 29.2, ગાંધીનગરમાં 38.2, જામનગરમાં 34.4, જૂનાગઢમાં 39.5, નલિયામાં 34.6, પંચમહાલમાં 39.8, પાટણમાં 41, રાજકોટમાં 38.6, સુરતમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: પીળી હળદરનો કાળો કારોબાર, નડિયાદમાં ડુપ્લીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

20 એપ્રિલ બાદ 45 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન
એક તરફ રાજ્યની જનતા માવઠાથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. બીજી તરફ ખેડૂતોના પાકને વ્યાપક પણે નુકશાન પહોંચ્યું છે. આ દરમિયાન હવે રાજ્યના મોટાભાગના શહેરોમાં આકરો તડકો પડી રહ્યો છે. ગઇકાલે અમદાવાદ અને ભુજમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. 20 એપ્રિલ સુધી 40થી વધુ ડિગ્રી તાપમાન અને બાદમાં 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આશંકા છે. ત્યારે આ આકરા તાપ બાદ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp