હેતાલી શાહ, આણંદ: રાજ્યભરમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. સરકારી અધિકારીઓ થી લઈ અને હવે જજના ઘરને પણ નથી છોડ્યું. ત્યારે જઅને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે પોલીસ મથકની આસપાસ જ બેખોફ બનીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ઉમરેઠમાં વધુ એક ચોરી કરી તસ્કરોએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે.જેમા તસ્કરો જાણે ઉમરેઠ પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે પોલીસ મથકથી 500 મીટરના અંતરે આવેલ મોબાઈલ શોપની દિવાલ તોડી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આણંદ જિલ્લામાં ચોરીના બનાવોમાં સતત વધારો તહી રહ્યો છે. તસ્કરો જાણે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેકી રહ્યા હોય તે રીતે ચોરીને આંગમ આપી રહ્યા છે. એ પછી ઘર હોય કે દુકાન હોય તસ્કરોને જાણે કે પોલીસની કોઈ ભીતિ જ રહી ન હોય તે રીતે બેખોફ બનીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. હજી તો એક ચોરીની તપાસ પોલીસ કરતી હોય ત્યાં જ તસ્કરો બીજી જગ્યાએ હાથ ફેરો કરીને પોલીસને દોડતી રાખે છે. ઉમરેઠ બસ સ્ટેન્ડની સામે અને ઉમરેઠ પોલીસ મથક થી 500 મીટરના અંતરે આવેલી પુજારા મોબાઈલ શોપમાં ગત રાત્રે તસ્કરોએ બિન્દાસ ચોરી કરી હતી.
પોલીસ મથકથી ફક્ત 500 મીટરના અંતરે તોડી દીવાલ
તસ્કરોએ કોઈ તાળા શટર તોડીને નહીં પણ તસ્કરો શોરૂમની પાછળ આવેલી દિવાલ તોડીને અંદર પ્રવેશ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, ઉમરેઠ પોલીસ સ્ટેશન થી 500 મીટરના અંતરે તસ્કરો દિવાલ તોડીને ચોરી કરી ફરાર થઈ ગયા હોવા છતાં પોલીસને તેની ગંધ સુદ્ધાં આવી ન હતી.

પોલીસ પેટ્રોલિંગ પર ઉઠયા સવાલો
એક તરફ પોલીસ દ્વારા પેટ્રોલિંગની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ તસ્કરો દિવસ રાત ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઊભા થયા છે. મહત્વનુ છે કે, ઉમરેઠ બસ મથકની સામે આવેલ કોમ્પલેક્ષમાં અગાઉ પણ એકવાર આજ મોબાઇલની દુકાનમાં ચોરી થઈ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ને હવે પોલીસ મથકથી 500 મીટરના જ અંતરે આવેલ આ કોમ્પ્લેક્સને તસ્કરોએ ફરી એકવાર નિશાન બનાવ્યું છે. જેને લઈને પોલીસ પણ હશે તસ્કરોને ઝડપી પાડવા કામે લાગી છે.

સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ
પોલીસ દ્વારા કોમ્પ્લેક્સ તેમજ આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી છે. એવામાં દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પોલીસે જાહેર કર્યા છે. જેમા બિન્દાસ બે તસ્કરો બહારથી દિવાલમા બકોરૂ પાડી અંદર પ્રવેશે છે. અને મોંઘા મોબાઈલ એક બાદ એક લઈ ફરાર થઈ જાય છે. આ સાથેજ પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી બે તસ્કરોના ફોટા પણ જાહેર કર્યા છે. હાલ તો પોલીસને પડકાર ફેંકનાર તસ્કરોને દબોચવા માટે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે ક્યારે આવી ચોરીની ઘટના અટકે છે અને તસ્કરો કેટલા સમયમા પોલીસના હાથે ચઢે છે તે જોવું રહ્યુ.