વડોદરાઃ સોશિયલ મીડિયાના યુગમાં યુવકને ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરવું મોંઘુ પડ્યું હતું. તેણે અજાણ્યા યુવકોના ઈન્ટાગ્રામ લાઈવમાં કોમેન્ટો કરતા તાલિબાની સજા ફટકારવામાં આવી હતી. જે યુવકે કોમેન્ટ કરી હતી તેને જાહેરમાં બોલાવીને રસ્તા વચ્ચે પટ્ટાવડે ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ યુવકે જાહેર રસ્તા વચ્ચે તાલિબાની સજા આપી હતી. એટલું જ નહીં આ માથાભારે યુવકોએ તાલિબાની સજા આપતો વીડિયો અપલોડ કરીને પોલીસને પડકાર ફેંક્યો હતો.
ADVERTISEMENT
યુવકની કોમેન્ટથી નારાજ થતા મામલો બિચક્યો…
ઈન્સ્ટાગ્રામમાં લાઈવ દરમિયાન શહેરના યુવકે કોમેન્ટ કરી હતી. આ દરમિયાન અજાણ્યા યુવકોની કોમેન્ટથી નારાજ થઈને જે વ્યક્તિ લાઈવ કરી રહી હતી તે નારાજ થઈ ગઈ હતી. એટલું જ નહીં લાઈવ કરનારા શખસે વિગતવાર માહિતી મેળવી કોમેન્ટ કરનારને શોધી લીધો હતો. ત્યારપછી બન્ને વચ્ચે મામલો બિચક્યો હતો.
જાહેર માર્ગમાં તાલિબાની સજા..
કોમેન્ટ કરનારા યુવકને ત્યારપછી જાહેરમાં બોલાવી ઈન્સ્ટાગ્રામમાં લાઈવ કરતા શખસે તાલિબાની સજા આપી હતી. તેણે ધમધમતા ટ્રાફિક વચ્ચે કોમેન્ટ કરનારને પટ્ટા પટ્ટા વડે જોરદાર ફટકાર્યો હતો. એટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરીને લખ્યું કે અમારા લાઈવમાં કોમેન્ટો કરશો તો આવો જ અંજામ થશે. આવી રીતે માથાભારે યુવકોએ તાલિબાની સજા આપતા વીડિયોને શેર કરી પોલીસને પડકાર ફેંક્યો હતો.
With Input: દિગ્વિજય પાઠક
ADVERTISEMENT