સંજયસિંહ રાઠોડ/સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે વિવિધ પાર્ટીઓના કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે. તેવામાં હવે ગુજરાત ચૂંટણીમાં પણ બુલડોઝરની એન્ટ્રી થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ સુરતમાં ભાજપના કાર્યકર્તાઓએ બુલડોઝર પર પ્રચાર શરૂ કર્યો હતો. જેની તસવીરો વાઈરલ થતા જોવાજેવી થઈ હતી.
ADVERTISEMENT
સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટંટ!
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ જોરશોરથી પ્રચાર કરવા લાગ્યા છે. ત્યારે હવે ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે ત્યારે સુરતમાં ભાજપના કાર્યકર્તાઓએ અનોખો સ્ટંટ કરીને પ્રચાર કર્યો હતો. ગત દિવસે સુરતની ચોર્યાસી બેઠક પરથી ભાજપના કાર્યકર્તાઓ બુલડોઝર પર ચઢીને પ્રચાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન જાણે કોઈ સ્ટંટ ચાલતા હોય તેમ કાર્યકર્તાઓ બુલડોઝર પર ચઢી ગયા હતા.
બુલડોઝરની આગળ 6થી વધુ કાર્યકરો ચઢી ગયા..
રિપોર્ટ્સ પ્રમાણે સુરતમાં બુલડોઝરના પાવડા પર 5થી વધુ કાર્યકર્તાઓ ચઢી ગયા હતા. તેમણે ત્યારપછી ભાજપનો ચૂંટણી પ્રચાર કરવાનું શરૂ કરી દીધો હતો. જોકે એક બાજુ યોગી આદિત્યનાથ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ પ્રમાણે ગુજરાત ચૂંટણીમાં બુલડોઝરની એન્ટ્રી થતા જોવાજેવી થઈ હતી.
અમિત રાજપૂતે જણાવ્યું કે…
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે જણાવ્યું હતું કે ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રમાં યોજાનારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચૂંટણી રેલીમાં લગભગ 50,000 લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે બાબાજીનું બુલડોઝર ઉત્તર પ્રદેશમાં ગુનેગારો પર ઘણું કામ કરી રહ્યું છે અને હવે ગુજરાતમાં પણ એ જ બુલડોઝરની એન્ટ્રી થઈ ચૂકી છે.
અમિત રાજપુતે કહ્યું કે યોગી આદિત્યનાથ હિંદુત્વના નેતા છે અને તેમના આગમન માટે આવતીકાલે તમામ હિંદુ પ્રજા મોટી સંખ્યામાં એકત્ર થવાની છે. તેમની શાંતનુ ચોકડી ખાતે યોજાનારી ચૂંટણી રેલીમાં લોકોને આમંત્રણ આપવા માટે ભાજપના કાર્યકરો બુલડોઝર સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.
રાજ્યાભિષેક કરો ભગવાધારી આવી રહ્યા છે- અમિતસિંહ
અમિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જે રીતે અન્ય પક્ષો ભગવાનમાં માનવાનો ઇનકાર કરે છે, તેમને ખબર પડશે કે જે લોકો ભગવાનમાં વિશ્વાસ કરે છે તેઓ મુખ્યમંત્રી અને વડા પ્રધાન બની શકે છે. જે હિન્દુત્વમાં વિશ્વાસ નથી કરતા તેઓ ગુજરાતમાં પણ બુલડોઝર ચલાવવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચારથી હિંદુ મતદારો જાગૃત થશે તેમાં કોઈ શંકા નથી. રાજ્યાભિષેકની તૈયારી કરો, ભગવા પહેરેલા માણસો આવી રહ્યા છે અને જેઓ રામ લઈને આવ્યા છે તેમને અમે લાવીશું.
ADVERTISEMENT