અરવલ્લીઃ ગુજરાતમાં સમયાંતરે ચોરીના બનાવ વધતા જઈ રહ્યા છે. ત્યારે મોડાસામાં બેન્ક ઓફ બરોડાની બહાર વૃદ્ધ મહિલાની થેલીમાંથી લાખો રૂપિયા ચોરાઈ ગયા હતા. એટલું જ નહીં આ ચોરીની પાછળ મહિલા તસ્કરનો હાથ હોવાની ચર્ચા થઈ રહી છે. આ અંગે વૃદ્ધ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે અને હવે તપાસ પણ શરૂ કરી દેવામાં આવશે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…
ADVERTISEMENT
મહિલા તસ્કરે કેવી રીતે ચોરી કરી…
મોડાસા બેન્ક ઓફ બરોડાની પાસે 1 લાખ રૂપિયાની રોકડ લઈને વૃદ્ધ મહિલા ઉભા હતા. આમનું નામ મધુબેન હતું, જોકે તેમનો દીકરો સ્લીપ ભરતો હતો ત્યારે અચાનક એક અજાણ્યી મહિલાએ થેલીમાં કાપો મારી રૂપિયાની ચોરી કરી લીધી હતી. નોંધનીય છે કે મધુબેનને જાણ થાય એ પહેલા તો રૂપિયા ચોરી થઈ ગયા હતા. તેવામાં અજાણ્યી મહિલાએ થેલીમાં એક ચેકો મુકીને રૂપિયાની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસે તપાસ શરૂ કરી…
નોંધનીય છેકે રૂપિયા ચોરી થતા મધુબેને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી દીધી છે. આ દરમિયાન ચેકો મૂકેલી થેલી પણ વૃદ્ધ મહિલા બતાવી રહ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ વિશે જાણ્યા પછી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અત્યારે પોલીસની ટીમ અજાણ્યી મહિલા તસ્કરની શોધખોળમાં લાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે 24 કલાકની અંદર આ વિસ્તારમાં ચોરીની સતત આ બીજી ઘટના સામે આવી છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT