સાજિદ બેલીમ, સુરેન્દ્રનગરઃ રાજ્યમાં જંગલી પશુને લઈ અનેક વખત સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે. આ દરમિયાન હવે ચોટીલા ચોટીલા થાનગઢ વચ્ચે દીપડાના બચ્ચાને પકડી ઉભેલા યુવાનની સેલ્ફી વાયરલ થઈ હતી. ત્યારે સોશિયલ મીડિયામાં દીપડાના બચ્ચા સાથે ફોટો શેર કરનાર આરોપીની ઝડપી પડી વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
ચોટીલા થાનગઢ વચ્ચે એક દિપડાનું બચ્ચુ રસ્તો ઓળંગતા માતાથી વિખુટૂ પડી ગયું હતું. 3 યુવાનોએ રસ્તા પર થી ઉઠાવી વટ પાડતા ફોટા વિડીયો ઉતારી હેરાન પરેશાન કરેલ હોવાની ઘટના તંત્ર સમક્ષ આવતા વન વિભાગમાં દોડધામ મચેલ હતી. અને દેવસર ગામનાં યુવાનો સામે ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીપડાનું બચ્ચું પરત મૂકવા આવતા ઝડપાયા
ચોટીલાનાં દેવસર ગામનાં ત્રણ યુવાનો શનિવારનાં સવારે થાનગઢ કારખાને કામ માટે બાઇક ઉપર જતા હતા. તે સમયે રસ્તામાં એક દિપડાનું નાનુ બચ્ચુ રોડ ઉપર મળી આવતા યુવાનોએ બચ્ચા સાથે પોતાના વિડીયો ફોટા વટ પાડતા પાડેલ હતા. અને બચ્ચાને સાથે થાનગઢ લઇ ગયા હતા. દીપડાના બચ્ચાએ રો કકળ મચાવતા યુવાનોને કોઇએ જણાવતા પરત જ્યાં થી મળેલ તે સ્થળે બચ્ચાને મુકવા આવેલ હતા. ત્યાં લોકો એકઠા થતા સ્થાનિક વન વિભાગ સાથે સંકળાયેલ વ્યક્તિને જાણ થતા તેને વિભાગનાં અધિકારીને જાણ કરતા દોડી આવેલ હતા અને દિપડાના બચ્ચાનો કબ્જો લીધો હતો. બચ્ચાને કબ્જામાં લઈ લોકેશન ગોતી દિપડી સાથે મતા સાથે બચ્ચાનું મિલન કરાવ્યુ હતુ.
સોશિયલ મીડિયા પર કર્યા ફોટા શેર
ગત સપ્તાહની તા. 4 ના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં બચ્ચુ રોડ ઉપર થી યુવાનોએ ઉઠાવેલ હતું વન વિભાગને 10 વાગ્યાના અરસામાં જાણ થઇ ત્યાં સુધીમાં યુવાનોએ ફેસબુક અને ઇસ્ટાગ્રામ ઉપર બચ્ચા સાથેનો વિડીયો ક્લીપ પોસ્ટ કરી કર્યો હતો. આરોપીઓ પાસે અંદાજે 25 દિવસનું દિપડાનું બચ્ચુ ઘરે નહિ રહેતા અને દેકારો કરતા આરોપીઓ ફરી જંગલમાં બચ્ચાને મુકવા ગયા હતા.
આ પણ વાંચો: રેપો રેટમાં વધારા મામલે ઇસુદાન ગઢવીએ કહ્યું, ભાજપે ચૂંટાવા બદલ પ્રજાને રિટર્ન ગિફ્ટ આપી
વનવિભાગે કાર્યવાહી હાથ ધરી
માંડવ અને ચોટીલા જંગલ વિસ્તારમાં દિપડા જોવા મળી રહ્યા છે. દીપડાએ આ વિસ્તારને રહેણાંક વિસ્તાર બનાવી દીધો છે. ત્યારે 22 થઈ 25 દિવસનાં બચ્ચાઓ સાથે તેની માતા પસાર થતા એક બચ્ચુ પાછળ રહી જતા વિખુટૂ પડેલ જે આ ત્રણ યુવાનોની ઝપટમાં ચડી જતા તેઓની હેરાનગતિનો ભોગ બનેલ વન વિભાગે સારલા રોહિત ધમાભાઇ સહિત બે બાળ ગુનેગારો સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરેલ હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT