વ્યાજખોરોનો ત્રાસ યથાવત, પઠાણી ઉઘરાણીથી કંટાળી વેપારી ઝેર ગટાવ્યુ, જાણો શું લખ્યું સ્યુસાઈડ નોટમાં

હેતાલી શાહ નડિયાદ: રાજ્યભરમાં વ્યાજખોરોને લઈ પોલીસ એકશન મોડ પર જોવા મળી રહી છે. આ દરમિયાન વ્યાજખોરોને ડામવા માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ એક્ટિવ…

gujarattak
follow google news
હેતાલી શાહ નડિયાદ: રાજ્યભરમાં વ્યાજખોરોને લઈ પોલીસ એકશન મોડ પર જોવા મળી રહી છે. આ દરમિયાન વ્યાજખોરોને ડામવા માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન નડિયાદમા લાઈનિંગનું કામ કરતા અને પીજમાં ભાડાના મકાનમાં રહેતા કનૈયાલાલે લોક ડાઉન સમયે લીધેલા વ્યાજે રૂપિયા વ્યાજખોરો વારંવાર ટેલીફોનીક અને રુબરુ આવી પઠાણી ઉઘરાણી કરતા હતા. જેનાથી  ત્રાસી ગયેલા કનૈયાલાલે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે.
ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. આવા જ વ્યાજ ખોરોના ત્રાસને લઈને વધુ એક વેપારી તથા ત્રણ બાળકના પિતાને જીવન ટૂકાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં નડિયાદના પીજ રોડ ઉપર આવેલા એક લાઇનિંગની દુકાન ચલાવતા  કનૈયાલાલે લોકડાઉન સમયે પૈસાની જરૂરિયાત ઊભી થાતા વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારબાદ તેઓ પૈસા પણ આપ્યા હતા. પરંતુ વ્યાજખોરો વારંવાર ટેલિફોન પર અને રૂબરૂમાં આવી પૈસાની માંગણી કરતા હતા. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. જેનાથી ત્રાસી ગયેલા કનૈયાલાલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
સુસાઇડ નોટ લખી 
આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા કનૈયાલાલે એક ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં તેમણે કોની પાસેથી કેટલા રૂપિયા લીધા અને કોને કેટલા ચૂકવ્યા તેની  માહિતી ચિઠ્ઠીમાં લખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ કનૈયાલાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ મામલો પોલીસ તપાસનો ધમધમાટ શરૂ છે.
જાણો શું લખ્યું સ્યુસાઈડ નોટમાં
કનૈયાલાલે સુસાઇડ નોટમાં લખ્યું છે કે,  હું કનૈયાલાલ મહેશભાઈ પરમાર જણાવું છું કે, માનસીક ત્રાસથી કંટાળી ગયો છું. મેં વ્યાજે પૈસા લીધેલા છે. અને મૂડી કરતાં વધારે વ્યાજ , પેનલ્ટી આપેલી છે. તોય મારી નાખવાની ધમકી આપે છે. મારે દવા પીવા સિવાય કોઈ ચારો નથી. કારણ કે ઘરે આવીને બધાને મારીશું એવી ધમકીઓ આપે છે. માનસિક ટોર્ચર કરે છે. દુકાન આવીને મોટે મોટેથી બોલે છે. હું મરી જઉં તો મારા ઘરવાળાને કોઈ તકલીફ ના થાય તેનું ધ્યાન રાખજો. મારી વાઈફ આશા પરમાર, મારા છોકરા જયનીત , કેવલ , મોક્ષા મારો પરિવાર છે. એ છોડીને જવું છું. એમનું ધ્યાન રાખજો.
આ લોકો પાસેથી લીધા પૈસા
મમ્મી પપ્પાને જવાબદારી સોંપું છું. આટલા લોકો પાસેથી પૈસા લીધા હતા. પાછા આપ્યા છે. મૂડી કરતાં વધારે વ્યાજ પાછું આપ્યું છે. ચાર જણાને વ્યાજ ભર્યું છે. ગુણવંત ભાઈ રાવળ પાસેથી રૂ. 2,30,000 લીધા દર મહિને 10% વ્યાજ આપતો હતો. મારું બાઈક પણ આપી દીધું હતું. ફ્રીજ પણ આપ્યું હતું. મારે કોઈ મૂડી આપવાની નથી. તોય મારી જોડે રૂ. 1,70,000 મૂડી ₹3,67,200 વ્યાજ માંગે છે. નિમેષ કાછિયા પટેલ પાસેથી રૂ1,75,000 મૂડી છે. 15% વ્યાજ લે છે. 16 મહિનાથી વ્યાજ આપું છું. રિતેશભાઈ પટેલ પાસેથી ₹1,00,000 મૂડી લીધી છે. 10% વ્યાજ હતું 80000 વ્યાજ આપેલું છે. તેજસ વ્યાસ જોડેથી ₹1,60,000 લીધા હતા, પાંચ ટકા વ્યાજ છે. ચાર મહિનાથી વ્યાજ આપું છું.
આ અંગે કનૈયાલાલના પત્ની આશાબેન ના જણાવ્યા અનુસાર,” મારા પતિએ એ લોકડાઉનમાં વ્યાજે પૈસા લીધા હતા. ત્યારથી અત્યાર સુધી અમે વ્યાજના પૈસા ભરીએ છીએ. વ્યાજે પૈસા ભરવા માટે અમે મારી  બધી વસ્તુઓ અને મારી દીકરીના માટે જે બચત કરેલા હતા પૈસા એ બધા આપી દીધા. અત્યારે મારા પતિએ દવા પી લીધી છે અને અમે દવાખાને છીએ.
હજુ ભાનમાં નથી આવ્યા
ફોન ઉપર ધમકીઓ આપે છે. ઘેર આવીશું, એમની જોડે ફોન પર એવી ધમકીઓ આપે છે.  મારા પતિ લાઇનિંગનું કામ કરે છે, નડિયાદ પીજ રોડ પર વલ્લભ નગર પાસે અમારી દુકાન છે. ક્યારે દવા પીધી એ તો મને નથી ખબર. પણ એ સવારે ઘરેથી નીકળી ગયા હતા. બપોરે કંઈક દવા પી લીધી હોય એવું લાગે છે. અને અમે અત્યારે દવાખાને આવી ગયા છે. મને નથી ખબર કે અમને કોની જોડે ક્યાંથી પૈસા લીધા છે. પરંતુ બધાના ફોન નંબર અને ફોન પર થયેલી વાતોનું રેકોર્ડિંગ છે. અને તેમણે ચિઠ્ઠી લખી છે. હજુ મારા પતિ ભાનમાં નથી આવ્યા.
હજુ વ્યાજખોરોનો ત્રાસ
મહત્વનું છે કે સરકાર વ્યાજખોરો સામે  સકંજો કસી રહી છે, તેમ છતાં પણ હજી એવા કેટલા પરિવારો છે જે વ્યાજના ખપ્પરમાં ભરાયા છે અને જીવન ટૂંકાવી વ્યાજના ખપ્પરમાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આવી ઘટનામાં એક હસ્તો રમતો પરીવાર વિખેરાઈ જતો હોય છે.  હાલ તો આ ઘટનામાં પોલીસ કનૈયાલાલે લખેલી ચિઠ્ઠી ના આધારે તપાસ આરંભી દીધી છે.
    follow whatsapp