નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ કર્યું. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક વર્ગની આશા આ બજેટ સાથે જોડાયેલી હતી. જોકે, દરેક માટે આ બજેટ અપેક્ષાઓ પર ખરું ઉતરતું નથી ખાસ કરીને શેરબજાર પર નજર કરીએ તો એવું લાગે છે. એક સમયે જોરદાર ઝડપે ચાલી રહેલા સ્થાનિક શેરબજારમાં ક્લોઝિંગ સમયે કડાકો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
30 શેરોવાળા ઇન્ડેક્સ BSE સેન્સેક્સે આજે કારોબારની સારી શરૂઆત કરી અને બજાર ખુલતાની સાથે જ 60 હજારની સપાટી વટાવી છે. NSE નિફ્ટીએ પણ 17,800ની સપાટી વટાવી અને ટ્રેડિંગ શરૂ કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ બજારમાં પણ તેજી જોવા મળી. બપોરે એક વાગ્યાની આસપાસ સેન્સેક્સ 60,773.44 પોઈન્ટની દિવસની સર્વોચ્ચ સપાટીએ અને નિફ્ટી 17,972.20 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
જેમ જેમ બજાર બજેટને સમજવાનું શરૂ કર્યું, અને માર્કેટ તૂટવા લાગ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક તબક્કે ઘટીને 59,542.35 પોઈન્ટ પર આવી ગયો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 158.18 પોઈન્ટના મામૂલી વધારા સાથે 59,708.08 પોઈન્ટ અને નિફ્ટી 45.85 પોઈન્ટના ઘટાડા સાથે 17,616.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
1200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો
કારોબાર દરમિયાન સેન્સેક્સે 1200 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 158.18 પોઈન્ટના મામૂલી વધારા સાથે 59,708.08 પોઈન્ટ અને નિફ્ટી 45.85 પોઈન્ટના ઘટાડા સાથે 17,616.30 પોઈન્ટ પર બંધ થયો હતો. આ પહેલા મંગળવારે સેન્સેક્સ 59,549.90 પોઈન્ટ અને નિફ્ટી 17,662.15 પોઈન્ટ પર બંધ થયો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT