નવી દિલ્હી : અયોધ્યામાં રામમંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રામલલાની પ્રતિમા અંગે પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યાના આ ભવ્ય રામ મંદિરમાં રામલલાની મુર્તિ શાલિગ્રામ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવશે. આ શાલિગ્રામ પથ્થર નેપાળની ગંડકી નદીથી લાવવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોના અનુસાર બે વિશાળ શિલાઓ આવી રહી છે જેનું વજન 127 ક્વિન્ટલ છે. આ શિલાઓ 02 ફેબ્રુઆરી સુધીમાં અયોધ્યા પહોંચી જાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
શિલાઓ હાલ જનકપુર પહોંચી ત્યાં વિશેષ પુજન અર્ચન થશે
અયોધ્યામાં રામ જન્મભૂમિનું કામ ખુબ જ ઝડપથી થઇ રહ્યું છે. 2024 માં જાન્યુઆરી સુધીમાં રામ જન્મભુમિનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઇ જશે. હાલ આ શિલાઓ નેપાળના જનકપુર લવાઇ છે. જનકપુરના મુખ્યમંદિરમાં પુજા અચર્ચા બાદ વિશેષ પુજા કરવામાં આવશે ત્યાર બાદ તેને ભારત લાવવામાં આવશે. 31 જાન્યુઆરી સુધીમાં તે ગોરખપુરના ગોરક્ષપુર લાવવામાં આવશે.
શાલિગ્રામ શીલામાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાની માન્યતા
શાસ્ત્રો અનુસાર શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાની વાયકા છે. પૌરાણિક ગ્રંથોમાં માતા તુલસી અને ભગવાન શાલિગ્રામનો ઉલ્લેખ પણ જોવા મળે છે. માટે આ શિલાઓ ખુબ જ ખાસ છે. લોકો અનુસાર આ શિલાઓનું ધાર્મિક રીતે ખુબ જ મહત્વનું છે કારણ કે તેનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. મહત્વની બાબત છે કે, આ પથ્થર મોટે ભાગે ગંડક નદીમાં જ મળે છે. હિમાલયના રસ્તે પાણી ખડગો પર પછડાવાના કારણે તે નાના ટુકડાઓમાં વહેંચાઇ જાય છે. નેપાળના લોકો આ ખડકોને શોધી કાઢે છે અને તેની પુજા કરે છે.
કુલ 33 પ્રકારના શાલિગ્રામ હોય છે દરેકનું મહત્વ અલગ અલગ
માન્યતા અનુસાર કુલ 33 પ્રકારના શાલિગ્રામ હોય છે. શાલિગ્રામનો પથ્થર ભગવાન વિષ્ણુના 24 માં અવતાર સાથે જોડાયેલા છે. જે ઘરમાં શાલિગ્રામ હોય છે ત્યાં સુખ શાંતિ જળવાઇ રહે છે અને આંતરિક પ્રેમ પણ રહે છે. સાથે જ માતા લક્ષ્મીની હંમેશા કૃપા રહે છે.
શિલા અયોધ્યા આવે ત્યાર બાદ તેનું નિરિક્ષણ કરવામાં આવશે
શાલિગ્રામ શિલાનું વિશેષ મહત્વ છે જો કે, ટેક્નિકલ નિષ્ણાંતો દ્વારા પરીક્ષણ કરીને ભવ્ય મુર્તિ માટે અનુકુળતા અન ક્ષરણ જેવી વાતો પર મંથન થશે. ખ્યાતનામ ચિત્રકાર વાસુદેવ કામથ ઉપરાંત રામલલાની મુર્તિ બનાવવામાં પદ્મભૂષણ શિલ્પકાર રામ વનજી સુથારને જવાબદારી સોંપાઇ છે. રામ સુધારે સ્ટેચ્યુઓફ યુનિટીનું શિલ્પ પણ તૈયાર કર્યું હતું. હાલમાં જ અયોધ્યામાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલી સ્વરૂપ વીણા સ્થાપિત કરવામાં આવી છે. આ વીણાને પણ રામ સુથાર અને તેના પુત્ર અનિલ સુથારે તૈયાર કરી છે.
દેશના ખ્યાતનામ કલાકારો તૈયાર કરી રહ્યા છે શ્રીરામની મુર્તિ
જ્યારે મુર્તિની પ્રથમ તબક્કાની જવાબદારી સંભાળનારા ચિત્રકાર વાસુદેવ કામથ આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કલાકાર છે. જેને સ્કેચ અને પોટ્રેટ બનાવવામાં મહારથ છે. મુર્તિકાર પદ્મવિભૂષણ સુદર્શન સાહુ, પુરાતત્વવિદ મનઇયા વાડીગેર ટેક્નિકલ વિશેષજ્ઞ છે. મંદિર બનાવનારા વાસ્તુકાર પણ મુર્તિના નિર્ધારણની ભુમિકા નિભાવશે. રામલલાની મુર્તિ એવી હશે જેમાં મંદિરના વાસ્તુની દ્રષ્ટીએ સમન્વય હશે.
રામનવમીના દિવસે સુર્યનું પ્રથમ કિરણ શ્રીરામના લલાટ પર પડશે
રામનવમીના દિવસે રામલલાના લલાટ પર સુર્યની કિરણો પડશે. રામલલાની મુર્તિ તૈયાર કરવા માટે જે મુર્તિકારો અને કલાકારોની પસંદગી કરવામાં આવી છે, રામલલાની મુર્તિ 5થી સાડાપાંચ ફુટની બાલ સ્વરૂપ મુર્તિ હશે. મૂર્તિની ઉંચાઇ એ રીતે નક્કી થશે કે રામનવમીના દિવસે સુર્યનુ પ્રથમ કિરણ રામલલાના માથા પર પડે.
ADVERTISEMENT