અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કામાં કુલ 93 બેઠકો છે. જેના પર કુલ 1515 ફોર્મ ભરાયા હતા. જેમા ઉમેદવારી ખેચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર હતી. હવે માત્ર 833 ઉમેદવારો મેદાનમાં છે. આમ કુલ 1515માંથી 682 ફોર્મ પરત ખેચાયા છે તથા રદ્દ થયેલા છે. બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે ગુજરાતની સત્તાનું સુકાન જનતા કોને સોંપશે તે જાહેર થશે.
ADVERTISEMENT
403 ફોર્મ રદ્દ થયા
બીજા તબક્કાની 93 બેઠકો માટે કુલ 1515 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણીમાં 403 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાયા હતા. જ્યારે 279 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં છે. જેથી બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.
બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે.
પ્રથમ તબક્કામાં આ જિલ્લામાં મતદાન થશે
કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ. પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન થશે.
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 788 ઉમેદવારો મેદાને
પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આ ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં 363 ઉમેદવારી ફોર્મ રદ્દ કરાયા હતા. જ્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે 211 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા હતા. હાલ પ્રથમ તબક્કાની 89 બેઠકો પરના 788 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારો કરશે. પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો સામે ચૂંટણીના મેદાને છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે અને 8 ડિસેમ્બરે બંને તબક્કાનું પરિણામ જાહેર થશે.
બીજા તબક્કામાં આ જિલ્લામાં મતદાન થશે
અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા. બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન થશે.
જાણો તમારી બેઠક પર કોણ મેદાને
ADVERTISEMENT