નવા મંત્રીમંડળમાં જૂના 11 મંત્રીઓને કદ પ્રમાણે વેતર્યા, જીતુ વાઘાણીને ભણાવ્યો પાઠ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે.  આજે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ દરમિયાન મંત્રીમંડળમાં 5 નવા ચહેરાને સ્થાન…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે.  આજે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ દરમિયાન મંત્રીમંડળમાં 5 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.  આ સાથે જ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં પ્રથમ મંત્રીમંડળના સભ્યોનો સમયવેશ કરવામાં આવ્યો છે આસાથે વિજય રૂપાણી તેમજ નરેન્દ્ર મોદીના મંત્રી મંડળનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ભૂપેન્દ્ર પટેલના પહેલા મંત્રીમંડળના 10 મંત્રીઓને કદ પ્રમાણે વેતરવામાં આવ્યા છે.

આ મંત્રીઓને મુકાયા પડતાં 

  • જીતુ વાઘાણી
  • જીતુ ચૌધરી
  • પૂર્ણેશ મોદી
  • કીરીટસિંહ રાણા
  • નરેશ પટેલ
  • અર્જુનસિંહ ચૌહાણ
  • મનીષાબેન વકીલ
  • નિમિષાબેન સુથાર
  • ગજેન્દ્રસિંહ પરમાર
  • વિનોદભાઈ મોરડીયા
  • દેવાભાઈ માલમ

આ મંત્રીઓને કરવામાં આવ્યા રિપીટ
ભૂપેન્દ્ર પટેલ સરકારના 20 મંત્રીઓને ચુંટણીના મેદાને ઉતારવામાં આવ્યા હતા. જેમાંથી 1 મંત્રી ચૂંટણી જીતી શક્ય ન હતા જ્યારે 19 મંત્રીઓએ મેદાન માર્યું હતું જેમાંથી 7 મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં કનુ દેસાઈ, રૂષિકેશ પટેલ, રાઘવજી પટેલ, ડો. કુબેર ડીંડોર, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલના નામનો સમયવેશ થાય છે.

નવા ચહેરા
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 5 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં બળવંત સિંહ રાજપૂત,   ભાનુબેન બાબરીયા, પ્રફુલ પાનસેરીયા, કુવરજી હળપતિ, ભીખુ પરમારનો સમયવેશ થાય છે.

    follow whatsapp