અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસ તેમના ઉમેદવારોને મેદાને ઉતારવાની તૈયરી હાથ દરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોના નામને લઈને દિલ્હીમાં મંથન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં પહોંચ્યા છે. દિલ્લીમાં કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં 65 ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. મંજૂરીની મહોર બાદ જાહેર થશે પ્રથમ યાદી. ઉમેદવારોની પ્રથમ યાદી દિવાળીના તહેવાર બાદ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ હવે ચૂંટણીની તૈયારીઓને આખી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે હવે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે કવાયત હાથ ધરી છે. દિલ્હી ખાતે સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે. ત્યારે બાકીની બેઠકો પર યુવાનોને વધુ તક આપવામાં આવશે. દિવાળી બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે.
3 દિવસ મિટિંગનો ધમધમાટ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી છે. આ બેઠક તારીખ 18થી 21 ઓક્ટોબર સુધી ચાલવાની છે. મેરેથોન બેઠકને લઈ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. જે બેઠકોમાં સ્ક્રિનિગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નિથલામી આગેવાની થઈ રહી છે. દિલ્હીમાં ત્રણ દિવસ બેઠકોનો ધમધમટ ચાલશે. દિવાળી બાદ ગુજરાતમાં કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીએ 73 ઉમેદવારોના નામ કર્યા જાહેર
આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું વધુ એક લિસ્ટ જાહેર કર્યું છે.પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોનું છઠ્ઠા લિસ્ટમાં કુલ 20 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 73 જેટલી બેઠકો પરથી ‘મૂરતિયા’ઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT