સુરેન્દ્રનગરમાં યુવકની હત્યાથી ચકચાર, અંગત અદાવતે હત્યાનું કાવતરુ ઘડાયું હોવાની અટકળો

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં અત્યારે સતત હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર વિમલનાથ સોસાયટી પાછળ યુવકની હત્યા કરવામાં આવી છે. 2થી…

gujarattak
follow google news

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં અત્યારે સતત હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર વિમલનાથ સોસાયટી પાછળ યુવકની હત્યા કરવામાં આવી છે. 2થી 3 અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરી દીધી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોઈ શકે છે. અત્યારે બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી દીધી છે.

3 શખસોએ હત્યા કરી હોવાનું આવ્યું સામે
સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર વિમલનાથ સોસાયટી પાછળ આ ઘટના બની છે. અહીં 2થી 3 અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરી દીધી છે. ત્યારપછી આ અજાણ્યા શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. નોંધનીય છે કે આ ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.

અંગત અદાવતે હત્યા
પ્રાથમિક માહિતી પ્રમાણે યુવકની હત્યા અંગત અદાવતના પગલે થઈ હોવાનું સામે આવ્યું છે. તથા આની સાથે બી ડિવિઝન પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી દીધી છે. જોકે હવે આગળ કાર્યવાહી બાદ જ સમગ્ર ઘટનાક્રમ પરથી સસ્પેન્સ દૂર થશે.

With Input: સાજિદ બેલિમ

    follow whatsapp