માતાએ પોતાની જ દિકરીનું શાળામાંથી કર્યું અપહરણ, દિકરીના પિતા પર પણ કર્યો હિંચકારો હુમલો

કૌશિક જોશી, વલસાડઃ ક્યારેક તો સમાજમાં સંબંધોનીએવી ગૂંચવણો સામે આવતી હોય છે કે તમને પણ આશ્ચર્ય થાય કે આ શું ચાલી રહ્યું છે સમાજમાં. મા…

gujarattak
follow google news
કૌશિક જોશી, વલસાડઃ ક્યારેક તો સમાજમાં સંબંધોનીએવી ગૂંચવણો સામે આવતી હોય છે કે તમને પણ આશ્ચર્ય થાય કે આ શું ચાલી રહ્યું છે સમાજમાં. મા પોતાની જ દિકરીનું અપહરણ કરે અને પોતાના જ પૂર્વ પતિ પર હુમલો કરે છે. આવી ઘટનાઓ આજના કલિયુગમાં જ સાંભળવા મળે. વલસાડમાં આવી જ એક ઘટના સામે આવી છે, વાપીમાં 10 વર્ષની દિકરીનું સ્કૂલની બહારથી અપહરણ કરવામાં આવ્યું. પોલીસે તાત્કાલિત પગલા લઈ એક મહિલા સહિત ત્રણ અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા છે.
10 વર્ષિય દિકરીનું શાળામાંથી અપહરણ
વાપીમાં એક 10 વર્ષિય દિકરીના પિતાને એક ફોન આવે છે. એ ફોનના કારણે એના પગ નીચેથી જમીન સરકી જાય છે. એ ફોન હતો તેની દિકરીની શાળાએથી. દિલીપ મિશ્રાને એ ફોનમાં કહેવામાં આવ્યું કે, તમારી બાળકીને કોઈ અજાણ્યા ઈસમો લઈને ફરાર થઈ ગયા છે. ફોન આવતા જ તુરંત દિલીપે નેશનલ હાઈવે 48 પર અપહરણકર્તાઓનો પીછો કર્યો હતો. વાપીના બલીઠા વિસ્તારમાં હાઈવે પર અપહરણકર્તાઓની કારને આંતરીને તે પોતાની દિકરીને બચાવવા માટે પ્રયાસ કરે છે તો તેના પર હિંચકારો હુમલો કરવામાં આવે છે. જો કે દિલીપે પોલીસને જાણ કરી હતી તેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને અપહરણકર્તાઓની ધરપકડ કરી હતી. પારડી પોલીસે પૂજા બારોટ, વિરાજ બારોટ અને જય દરજી નામના ત્રણ અપહરણકર્તાઓની ધરપકડ કરી હતી.
માતાએ પોતાની દિકરીનું અપહરણ કર્યું
અપહરણની ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં શાળાની બહારથી 10 વર્ષિય બાળકીને એક મહિલા લઈ જતી હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ કેસમાં પૂજા બારોટ મુખ્ય આરોપી છે કે જે દિકરીની માતા હોવાનો પણ ખુલાસો થયો છે.વાત જાણે એમ છે કે થોડા સમય પહેલા જ દિલીપ મિશ્રા અને પૂજાના લગ્ન થયા હતા. લગ્ન બાદ મિશ્રા પરિવારમાં એક દિકરી અને દિકરાનો જન્મ થયો હતો. જે કે બન્ને પતિ પત્ની વચ્ચે મનમેળ જ ન હતો. જેના કારણે બંન્નેએ થોડા સમય પહેલા જ છુટાછેડા લઈ લીધા. પૂજાએ પોતાની મરજીથી બન્ને બાળકોની કસ્ટડી તેના પિતા દિલીપ મિશ્રાને સોંપી હતી.
બાપને સંતોષ છે કે દિકરીને બચાવી લીધી
દિલીપ મિશ્રા સાથે છુટાછેડા બાદ વાપીની પૂજાએ અમદાવાદમાં વિરાજ બારોટ સાથે ઘર માંડ્યુ હતુ. જો કે હવે અચાનક જ પૂજા તેના નવા પતિ વિરાજ સાથે પહોંચી હતી અને તેના પૂર્વ પતિ દિલીપને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જ અચાકન શાળા પરથી 10 વર્ષની બાળકીનું અપહરણ કરી અમદાવાદ તરફ ફરાર થવાની પેરવીમાં હતી. પરંતુ દિલીપ અને પારડી પોલીસના પ્રયાસોએ આ નિર્દીય અને કહેવાતી માતાને ઝડપી પાડી. દિકરીને બચાવવા ગયેલા પિતાને ત્રણેય અપહરણકર્તાઓએ ઢોર માર માર્યો હતો. જેના કારણે દિલીપને વાપીની હરિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે દિલીપને સંતોષ છે કે તેને પોતાની દિકરીને બચાવી લીધી.
છુટાછેડા બાદ પ્રેમી સાથે લિવઈનમાં પૂજા
મહત્વની વાત એ છે કે, પોતાની જ દિકરીનું અપહરણ કરનાર પૂજા ઝડપાયા બાદ પણ મીડિયા સમક્ષ ખોટા દાવાઓ કરતી જોવા મળે છે. પૂજા પોતે નિર્દોષ હોવાનો સતત દાવો કરી રહી છે. જો કે પોતે એવુ પણ કહી રહી છે તે આજે પણ દિલીપની પત્ની છે સાથે વિરાજ બારોટ સાથે લિવઈનમાં રહેતી હોવાનો પણ સ્વીકાર કરે છે. તો અન્ય ચોંકાવનારી વાત આપને એ પણ જણાવી દઈએ કે, પૂજા અને વિરાટના લગ્ન થઈ ગયા હોવાના ફોટ પણ સામે આવ્યા છે. ત્યારે સંપૂર્ણ સત્ય શું છે એ તો પોલીસ તપાસમાં જ બહાર આવશે.
અપહરણ કરનારને થાય કડક સજા
વાપીની હરિયા હૉસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા દિલીપ મિશ્રા એક જ માગ કરી રહ્યાં છે કે, પોતાની દિકરીનું અપહરણ કરનારાઓને સખત સજા થાય. ભવિષ્યમાં તેના બાળકો પર કોઈ જોખમ ન આવે અને તેની દિકરીની જૂની માતા પૂજા તેની દિકરીનું અપહરણ કરી કોઈ ખરાબ કૃત્ય ન કરે તેવી પોલીસને વિનંતી કરી રહ્યો છે. જો કે પોલીસે પૂજા બારોટ, વિરાજ બારોટ અને જય દરજી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીઘી છે.
    follow whatsapp