Gujarat Weather Update : રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.દક્ષિણ-પૂર્વીય અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આવતીકાલના રોજ છુટાછવાયા વરસાદની આગાહી
રાજ્યમાં આજ અને આવતીકાલના રોજ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે તાપમાનની વાત કરવામાં આવે તો બેથી ત્રણ દિવસ માટે મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ ત્રણ દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધતા ઠંડી રાહત મળી શકે છે.
આ જગ્યા માવઠું થવાની શક્યતા
રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં જિલ્લામાં પણ હળવો વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ બાદ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે જેના કારણે ઠંડી ઘટશે.
આવતીકાલથી પલટાઈ શકે છે હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં આવતીકાલથી જ કેટલાક વિસ્તારોનું હવામાન પલટાઈ શકે છે અને હળવો વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે.
ખેડૂતોની વધી ચિંતા
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે પરંતુ તેની વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
ADVERTISEMENT