દર્શન ઠક્કર/ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરો તથા તોતિંગ વ્યાજ વસૂલતા શખસો સામે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે ગઈકાલે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં એક લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો.આ દરમિયાન એક સતવારા કારખાનેદાર દ્વારા વર્ષ 2008માં લીધેલી રૂપિયા 7.50 લાખની રકમ સામે રૂ. 1.15 કરોડ વ્યાજ ચૂકવ્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે આટલા રૂપિયા ચૂકવ્યા હોવા છતા પણ પૈસા આપનારા પિતા-પુત્ર દ્વારા તેમને ધમકી આપવામાં આવતી રહી છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ADVERTISEMENT
આ ફરિયાદ જોધાભાઈ ચાવડા અને અર્જુન ચાવડા સામે નોંધવામાં આવી છે. આ દરમિયાન 2008માં તેમને રૂપિયાની જરૂરિયાત હોવાથી અશોકભાઈએ 6 ટકાના માસિક ઉંચા વ્યાજદરે સાડા સાત લાખ રૂપિયા લીધા હતા. હમીર ચાવડા પાસેથી આ રકમ લીધી હતી. જેના અંદાજે તેમણે મહિને 45 હજાર રૂપિયા સુધી ચૂકવવાનાં હતા.
સાડા સાત લાખના કરોડો રૂપિયા વ્યાજ ચૂકવ્યું
આ દરમિયાન પઠાણી ઉઘરાણી કરતા તથા મોતની ધમકી આપી વ્યાજ વસૂલવાની ઘટના સામે આવી હતી. અત્યાર સુધી આ સાડા સાત લાખ રૂપિયાના 1 કરોડથી વધુ રૂપિયા વ્યાજપેઠે ચૂકવવામાં આવ્યા છે. ફરિયાદના આધારે અશોકભાઈને મારી નાખવાની ધમકી આપી વ્યાજ વસૂલવામાં આવતું હતું.
બ્લેન્ક ચેકો સાથે લાખોની વસ્તુઓ જપ્ત કર્યાનો આક્ષેપ
ફરિયાદના આધારે વર્ષ 2013ના સમય ગાળામાં આરોપી શખસોએ ફરિયાદીના બોક્સાઈટ પ્લાન્ટમાં બળજબરી પૂર્વક ભાગીદારી મેળવી લીધી હતી. આરોપી શખસોએ અશોકભાના યૂનિયન બેન્કના 11 બ્લેન્ક ચેક તથા ICICI બેન્કના 5-5 લાખ રૂપિયાના 2 ચેક પડાવી લીધા હતા. આની સાથે ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે અશોકભાઈના પ્લાન્ટમાં રહેલો 7 લાખનો ભંગાર પણ તેઓ લઈ ગયા છે.
પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી
આમ, આ સમગ્ર પ્રકરણમાં આરોપી શખ્સોએ વધુ પૈસા પડાવી લેવાના ઇરાદે ચેક પોતાની પાસે રાખી અને લાયસન્સ વગર નાણાનું ધિરાણ કરી પઠાણી ઉઘરાણી કરવા તથા ફરિયાદી અશોકભાઈ તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 386, 504, 506 (2), 114 તથા મની લેન્ડર્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ શરૂ કરી દીધી છે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો શાંત થયો, ઠંડા પવનોની સ્થિતિ સહિતની માહિતી જાણો…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો હવે થોડો શાંત થતો નજરે પડી રહ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 2 ડિગ્રી સુધી ઉંચુ નોંધાયું છે. ત્યારે હવે ઠંડા પવનોની ગતિ પણ શાંત થઈ ગઈ છે. આ ઘટાડા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવની સ્થિતિ જણાઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનો ચમકારો હજુ ઘટી શકે એવા એંધાણ જણાઈ રહ્યા છે.
MLA હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાયા, જાણો ધાર્મિક કાર્યક્રમમાં શું કર્યું…
ધારાસભ્ય હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. વિરમગામમાં જીત મેળવ્યા પછી તેઓ ગઈકાલે એક ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. અહીં તેમનો મંજીરા વગાડતો વીડિયો અત્યારે ઘણો વાઈરલ થઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો વિરમગામ ગ્રામ્ય વિસ્તારનો છે. અહીં તેઓ સ્થાનિકો સાથે ભક્તિની ધૂન ગાતા નજરે પડી રહ્યા છે.
ADVERTISEMENT