‘ધ કાશ્મીર ફાઈલ્સ આજે ફરી એક વાર થશે રીલીઝ, જાણો શું છે કારણ

અમદાવાદ: વર્ષ 2022ની સૌથી વધારે ચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ એક વખત ફરી ચર્ચામાં આવી ગઈ છે. નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની કાશ્મીરી હિંદુઓના નરસંહાર પર આધારિત…

gujarattak
follow google news

અમદાવાદ: વર્ષ 2022ની સૌથી વધારે ચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ એક વખત ફરી ચર્ચામાં આવી ગઈ છે. નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની કાશ્મીરી હિંદુઓના નરસંહાર પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફરી એકવાર થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. વિવેક અગ્નિહોત્રીએ  ટ્વીટ કરીને પ્રેક્ષકોને આ માહિતી આપી છે. આ સાથે તેમણે ફરીથી ધ કાશ્મીર ફાઈલ્સ થિયેટરોમાં રીલીઝ રિલીઝ કરવાનું કારણ પણ આપ્યું છે.

ડાયરેક્ટર વિવેદક અગ્નિહોત્રી પોતાની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને લઈને નવી જાણકારીઓ આપતા રહે છે. થોડા સમય પહેલા જ તેમણે  જણાવ્યું કે આ ફિલ્મને ઓસ્કર માટે શોર્ટલિસ્ટ કરી લેવામાં આવી છે. હવે તેમણે આ ફિલ્મને લઈને મોટી જાહેરાત કરી દીધી છે.  ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ફરી સિનેમાઘરોમાં રી-રિલીઝ કરવા જઈ રહ્યા છે.

જાણો શું લખું છે ટ્વિટમાં
વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરઆ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની નવી રીલીઝ ડેટ 19 જાન્યુઆરી, 2023 લખેલી છે. આ સાથે જ ડિરેક્ટરે કેપ્શનમાં લખ્યું છે કે, “19 જાન્યુઆરીએ ફરી એકવાર ધ કાશ્મીર ફાઈલ્સ રીલીઝ થઈ રહી છે. તે દિવસ કાશ્મીરી હિન્દુ નરસંહાર દિવસ છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ ફિલ્મ રીલીઝ થયાનાં એક વર્ષમાં બે વાર રિલીઝ થઈ રહી છે. જો તમે તેને મોટા પડદા પર જોવાનું ચૂકી ગયા હોવ, તો હમણાં જ તમારી ટિકિટ બુક કરાવો.

માર્ચ 2022માં થઈ હતી રીલીઝ
ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. તે એક મલ્ટિસ્ટારર ફિલ્મ હતી. જેમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી મહત્વના રોલમાં હતા. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. રાજકારણીઓએ પણ કાશ્મીર ફાઇલોને નિશાન બનાવ્યા હતા. તેને પ્રોપેગન્ડા ફિલ્મનું ટેગ મળ્યું. કાશ્મીર ફાઇલ્સ 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાર્તા દર્શાવે છે.

 આ પણ વાંચો: સારા-સારા…’ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહેલા Subman Gill સામે ફેન્સે બૂમો પાડી, VIDEO વાઈરલ

ભારતમાં 252 કરોડની કરી હતી કમાણી
જોકે આ ફિલ્મે ઘણો વિવાદ ઉભો કર્યો હતો, પરંતુ તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ઓછા બજેટની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તેણે ભારતમાં 252 કરોડ અને વિશ્વભરના બજારમાં 341 કરોડનું કલેક્શન કર્યું. કાશ્મીર ફાઇલ્સ 2022ની બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે.

ઓસ્કારમાં થઈ છે શોર્ટ લિસ્ટ 
2022ની સૌથી લોકપ્રિય ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઓસ્કર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ભારત તરફથી ઓસ્કારમાં પસંદ કરાયેલી 5 ફિલ્મોમાંથી આ એક છે.

 

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp