ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો જૈન વિવાદને લઈને રહ્યો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે સાંજ સુધીમાં SITના સભ્યોના નામની જાહેરાત થઈ શકે છે. તથા ચેકડેમના સમારકામને પ્રાથમિકતા આપવા અંગે પણ ચર્ચા વિચારણાનો દોર શરૂ થયો હતો. ચલો આ કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર નજર કરીએ.
ADVERTISEMENT
કેબિનેટ બેઠકમાં ચર્ચાયા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું. જેમાં જૈન સમાજમાં પ્રસરેલા આક્રોશ અને વિવાદ વકર્યો છે એ મુદ્દે ચર્ચા થઈ હતી. તથા સાંજ સુધીમાં SITના સભ્યોના નામની જાહેરાત થવાની પણ સંભાવના જણાવાઈ રહી હતી. એટલું જ નહીં ચેકડેમના સમરાકામથી લઈ અન્ય કયા કામોને પ્રાથમિકતા આપવી જોઈએ એની વિગતે વાતચીત થઈ હતી.
પ્રાથમિક શાળા અંગે બેઠકમાં ચર્ચા..
કેબિનેટ બેઠકમાં પ્રાથમિક શાળાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. બજેટ પહેલા શાળાના જર્જરિત ઓરડાઓનું સમારકામ કરી દેવાય એવી રણનીતિ ઘડાઈ હતી. આની સાથે ચેકડેમના સમારકામને પ્રાથમિકતાના ધોરણે પાર પાડવા માટે વાતચીત થઈ હતી.
ADVERTISEMENT