હિરેન રવૈયા, અમરેલી: હોસ્પિટલમાં દર્દીઓને આંખ કાંડ મામલે ઘેરા પ્રત્યાધાતો પડતા અમદાવાદથી એક સ્પેશિયલ તપાસની ટીમ અમરેલી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ઓપરેશન પછી મોટાભાગના દર્દીઓના આંખના ઓપરેશન બાદ આંખોની રોશની બંધ પડતા દર્દીઓમાં નારાજગી જોવા મળતા આજે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ઓપરેશન થયેલા તમામ દર્દીઓને ફરી પાછા બોલાવવામાં આવ્યા હતા. તપાસ અધિકારી રાજકોટના વિભાગની નિયામક ડો. ચેતન મહેતાએ તપાસ ચાલુ હોવાનું એક જ રટણ રટી રહ્યા છે.
ADVERTISEMENT
અમરેલી જિલ્લાના વિસ્તારોમાંથી દર્દીઓ અમરેલીની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યારે અમરેલીના લીલીયા ખાતે વૃદ્ધ રોશનબેન બેલીમની આંખની દ્રષ્ટિ ગુમાવી હતી અને 86 વર્ષના રોશનબેન બેલીમ ગત 22 નવેમ્બરે અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં આંખનું મોતિયાનું ઓપરેશન કરાવેલ બાદ આંખોમાં દેખાતું બંધ થતાં ફરી પાછા અમરેલી પહોંચેલા અને અમરેલીથી તાત્કાલિક વૃધ્ધાને અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ને 17 દિવસ અમદાવાદ ખાતે સારવાર લેવા છતાં વૃદ્ધાની દ્રષ્ટિ પાછી આવી ન હતી.
ડૉક્ટર સામે રોષ ફેલાયો
અમરેલીમાં ઓપરેશન બાદ 17 દિવસ અમદાવાદમાં સારવાર લઈને પરત લીલીયા પહોંચેલા રોશનબેનની હજી આંખો માં કશું દેખાતું ન હોય અને આંખની દ્રષ્ટિ ગુમાવી હોવાનું જાણવા મળી રહી છે ત્યારે અન્ય દર્દીઓ આજે અમરેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા સાથોસાથ તપાસની ટીમ પણ અમરેલી શાંતા બા હોસ્પિટલ ખાતે પહોંચી હતી. તપાસની ટીમ અમરેલી પહોંચતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોમાં સામે દર્દીઓ અને દર્દીઓના સગાઓમાં રોષ ફેલાઈ ગયો હતો. સરકાર દ્વારા તપાસ ટીમ અમરેલી હોસ્પિટલમાં પહોંચતા હાલ ડોક્ટર સાથે બેઠક યોજવામાં આવી છે. તપાસની ટીમ આંખના વિભાગમાં તપાસ માટે પહોંચી છે અને અમરેલી શહેરમાંથી આંખો ગુમાવનાર લાભુબેન ધાનાણી ફરી આજે હોસ્પિટલે પહોંચતા હવે ઓપરેશન ન કરાવવાનું કહી રહ્યા હતા
તપાસનો ધમધમાટ શરૂ
શાંતાબા હોસ્પિટલમાં દૃષ્ટિ ગુમાવનારા 25 દર્દીઓના આંકડા સામે હાલ 12 દર્દીઓનો આંકડો મળી રહ્યો હોય જેથી તપાસ ટીમ દ્વારા કેટલા ઓપરેશનો કરવામાં આવ્યા કોણે ઓપરેશનો કર્યા ઓપરેશન માં શું ખામી રહી ગઈ વિગેરે બાબતોની તપાસ કરી રહી છે. દર્દીઓ અને દર્દીઓને સગાઓમાં શાંતા બા હોસ્પિટલ પ્રત્યે નારાજગી જોવા મળતી હોય ત્યારે અમરેલીના શાંતાબા હોસ્પિટલ માં તપાસ અર્થે પધારેલા ડૉક્ટરીની 7 સભ્યોની ટીમ આંખોના વીભાગમાં તપાસ કરી હતી ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાત સભ્યોની અલગ અલગ વિભાગોના નિષ્ણાતોની ટીમો બનાવીને અમરેલીની શાંતા બા હોસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી.
અધિકારીનું એક જ રટણ
તપાસ અધિકારી રાજકોટના વિભાગની નિયામક ડો. ચેતન મહેતાએ તપાસ ચાલુ હોવાનું એક જ ગીત ગાયું હતું કેટલા દર્દીઓને આખરી દૃષ્ટિ ગુમાવી કેટલા દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યા વિગેરે બાબતો અંગે તપાસ અધિકારી ચેતન મહેતાએ તપાસ ચાલવાનું ગીત મીડિયા સમક્ષ ગાય રાખ્યું હતું
ADVERTISEMENT