અમદાવાદ: રાજ્યમાં ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો મામલો ગરમ થઈ રહ્યો છે. જાહેરહિતની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ટકોર કરી છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે સરકારને ટકોર કરતાં કહ્યું કે, ગુજરાતી નહીં ભણાવતી શાળાઓનું લિસ્ટ આપો.
ADVERTISEMENT
હાઈકોર્ટના સવાલ પર સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યૂ કરી છે. ગુજરાતી ભાષા ફરજિયાત નહીં ભણાવનાર શાળાઓની NOC રદ્દ કરાશે. રાજ્યની 23 શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની અને તેમના વિરુદ્ધ પગલા લેવાયાની હાઈકોર્ટને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે હાઇકોર્ટે સરકારને ટકોર કરતાં કહ્યું કે, ગુજરાતી નહીં ભણાવતી શાળાઓનું લિસ્ટ આપોગુજરાતી અભ્યાસ કરાવામાં સ્કૂલોને શું તકલીફ છે.
જાણો છું થયું અત્યાર સુધીમાં
કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે? આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે અરજદારે કરેલા સૂચન બાબતે પણ સરકાર નિર્ણય લે.
સુરતમાં ત્રણ શાળાઓને આપવામાં આવી હતી નોટિસ
અગાઉ સુરતની ત્રણ સ્કૂલમાં ગુજરાતી ભણાવવામાં ન આવતું હોવાનું સામે આવતા જીલ્લા શિક્ષણાધિકારીએ ત્રણેય સ્કૂલોને નોટિસ ફટકારી હતી અને ખુલાસો માંગ્યો હતો. ત્યારે મહત્વનું છે કે શિક્ષણ વિભાગે તમામ શાળામાં ગુજરાતી ફરજિયાત કરવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT